ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / pakistan lahore two husband deal for one wife

પતિ પત્નીના ડખા / 1 પત્ની માટે 2 પતિએ કાઢ્યો એવો રસ્તો કે..., પત્ની પણ ખુશ થઈ ગઈ

Published By: Intern

Last Updated: 04:44 PM, 12 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કદાચ તમે એવું સાંભળ્યું હશે કે એક પતિ માટે બે પત્નીઓએ સમાધાન કરીને ઉકેલ કાઢ્યો હોય પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે 1 પત્ની માટે 2 પતિએ સમાધાન કરી ઉકેલ કાઢ્યો હોય. આ મામલો કંઇક આવો જ છે.

ADVERTISEMENT

  • એક પત્ની માટે બે પતિએ કાઢ્યો ઉકેલ
  • મહિલા હાલમાં ગર્ભવતી છે
  • આ ઘટના પાકિસ્તાનના લાહોરમાં બની છે

એક પતિએ તેમની પત્નીને તેમના પૂર્વ પતિ પાસે મોકલી દિધી કારણ કે તે તેમના બાળકોનો સારો ઉછેર કરી શકે અને મહિલા ગર્ભવતી હોવાથી આવનારા બાળકની સારી રીતે ડિલીવરી કરાવી શકે.

આ ઘટના પાકિસ્તાનના લાહોરના રાયવિંદ વિસ્તારની છે. જ્યાં એક વ્યક્તિએ તેમની પત્નીને તેમના પૂર્વ પતિ પાસે મોકલી દીધી. કારણ કે તેમની પત્ની બાળકો પેદા કરી શકે અને તેમની ઉછેર સારી રીતે કરી શકે.

પ્રતીકારત્મક તસવીર

બંને પતિઓએ આ ઘટના મામલે લિખિત નિવેદન પણ પોલીસ સ્ટેશનમાં આપ્યું હતું.

મહિલાના વર્તમાન પતિને લખ્યું કે મારી પત્ની રૂબીના બીબીને પૂર્વ પતિથી ચાર બાળકો છે. મારી પત્ની બાળકોનો સરખી રીતે ઉછેર ન હોવાથી હેરાન છે. એ માટે તેમની સહમતિથી પૂર્વ પતિ પાસે મોકલી દીધી છે.

પ્રતીકારત્મક તસવીર

વર્તમાન પતિએ જણાવ્યું કે તેમની પત્ની હાલમાં પણ ગર્ભવતી છે. તે કોઈ પણ સમયે આવીને તેમની પત્નીને મળી શકે છે. અને સાથે જ એક વર્ષ બાદ આવનારા બાળકને લઈ શકે છે.

બાળક થાય ત્યાં સુધી તેમની પત્ની રૂબીના તેમના પૂર્વ પતિ સાથે રહેશે. વર્તમાન પતિએ કહ્યું કે હું મારી પત્નીને હેરાન થતી જોવા નથી માંગતો તે માટે મેં આવું કર્યું.

પ્રતીકારત્મક તસવીર

જ્યારે રૂબીનાના પૂર્વ પતિએ કહ્યું કે હું બાળકોનું સંપૂર્ણપણે ધ્યાન રાખીશ અને તેમને ખુશ રાખવાના પ્રયત્ન કરીશ.

પાકિસ્તાનના લોકલ મીડિયા અનુસાર લગભગ આ પહેલા એવા પતિ હશે જેમણે અંદરો  અંદર સમાધાન કરી તેમની પત્ની સાથે વાત કરી લીધી.

સમાધાન બાદ બંને પતિઓએ કહ્યું કે સમાધાન માત્ર એટલાં માટે કર્યું છે જેથી મહિલા પોતાના બાળક સાથે ખુશ રહી શકે.   

સંકળાયેલા મુદ્દાઓ

Lahore pakistan પાકિસ્તાન લાહોર INDIA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ