ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / pakistan is confidante that india will reach to WTC finals

ક્રિકેટ / પાકિસ્તાનને છે પૂરો વિશ્વાસ કે ભારત WTCની ફાઇનલમાં પહોંચશે, એટલે એશિયા કપનું આયોજન શંકાસ્પદ

Published By: Nikul

Last Updated: 08:41 PM, 28 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે તો આ વર્ષે જૂનમાં યોજાનાર એશિયા કપ ખોરંભે ચડે તેવી શક્યતા છે. તેવુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ એહસાન મનીનું કહેવુ છે.

ADVERTISEMENT

  • એશિયા કપનું આયોજન જૂનમાંજ થવાનું છે
  • ગત વર્ષે આ ટૂર્નામેન્ટ કોરોના મહામારીને લીધે યોજાઈ નહોતી
  • પાકિસ્તાન વિશ્વકપ ભારતની જગ્યાએ યુએઈમાં કરાવવાની માંગ કરી રહ્યું છે

ભારત જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ એહસાન મનીએ કરાચીમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, તારીખો નથી મળી રહી જેથી એશિયા કપ હવે 2023 સુધી આગળ વધારવામાં આવશે. પીસીબીનાં સીઈઓ વસીમ ખાને પણ આ વાત માની છે. તેમના મુજબ પણ ભારત જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે. જે ફાઇનલ 18 જૂનનાં રોજ લંડનનાં ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં રમાશે. એશિયા કપનું આયોજન જૂનમાંજ થવાનું છે. જેની મેજબાની શ્રીલંકા કરશે. ગત વર્ષે આ ટૂર્નામેન્ટ કોરોના મહામારીને લીધે યોજાઈ નહોતી.

ANI Photo/BCCI Twitter

 પાકિસ્તાનનાં ટૂર્નામેન્ટમાં સામેલ થવા પર હજુ પણ સંદેહ છે

ટી-20 વર્લ્ડકપ પણ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે જેની મેજબાની ભારત કરશે. પાકિસ્તાનનાં ટૂર્નામેન્ટમાં સામેલ થવા પર હજુ પણ સંદેહ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષે આજે ફરી એકવાર મહત્ત્વનાં મુદ્દે વાત કરી હતી. મનીએ કહ્યું કે, ભારત જ્યાં સુધી તેમની ટીમ, પ્રશંસકો અને પત્રકારોને વીઝા આપવાનો લેખિત આશ્વાસન નહીં આપે તેઓ ટૂર્નામેન્ટ યુએઈમાં કરવાની માંગ કરતા રહેશે. બોર્ડે આઈસીસીને પોતાના વિચારોથી અવગત કરી દીધુ છે.

Photo Courtesy: Virat Kholi Twitter/ ANI Photo

માર્ચનાં અંત સુધીમાં લેખિત આશ્વાસન જોઈએ 

મનીએ ફરી કહ્યું છે કે પાકિસ્તાનની પૂરી ટીમનું સુરક્ષાનો બંદોબસ્ત પણ બીસીસીઆઈ પાસેથી લેખિત આશ્વાસનમાં જોઈએ છે. મનીએ કહ્યું કે, આ બીગ થ્રીની માનસિકતા બદલવાની જરુરત છે. અમે આઈસીસીને કહી દીધુ છે કે અમારે માર્ચનાં અંત સુધીમાં લેખિત આશ્વાસન જોઈએ છે જેથી અમને ખ્યાલ આવે કે અમારે આગળ શું કરવું જોઈએ. નહીં તો અમે વિશ્વકપ ભારતની જગ્યાએ યુએઈમાં કરાવવાની માંગ પર કાયમ રહીશું.

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup Cricket PCB T-20 pakistan ક્રિકેટ ટી-20 પાકિસ્તાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબી Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ