બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ભારત / વિશ્વ / Pakistan has again become the messiah of terrorists, Hafiz Saeed will not hand over to India, know what he said

આતંકવાદીઓનું મસીહા / હાફિઝ સઈદને અમને સોંપી દો...:ભારતે કરી માંગ, તો પાકિસ્તાને કર્યો ઈનકાર, જુઓ શું કારણ આપ્યું

Pravin Joshi

Last Updated: 11:06 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે પાકિસ્તાન પાસે આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી છે. ભારતે પહેલીવાર આ અંગે નિવેદન આપ્યું છે. ભારતે સ્વીકાર્યું છે કે આ વિનંતી થોડા અઠવાડિયા પહેલા કરવામાં આવી હતી. જો કે, પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાના નિવેદન પરથી એવું લાગતું નથી કે પાકિસ્તાન હાફિઝના પ્રત્યાર્પણ માટે તૈયાર છે.

  • પાકિસ્તાન ફરી બન્યું આતંકવાદીઓનું મસીહા
  • ભારતે પાકિસ્તાન પાસે હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરી 
  • પાકિસ્તાન હાફિઝ સઈદને ભારતને નહીં સોંપે

ભારતે પાકિસ્તાનને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી છે. ભારતે પ્રથમ વખત આ અંગે નિવેદન આપ્યું છે. ભારત હાફિઝને પાકિસ્તાનથી લાવીને તેની સામે કેસ ચલાવવા માંગે છે. પાકિસ્તાને ભારતની વિનંતીનો જવાબ આપ્યો નથી. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરફથી એક નિવેદન આવ્યું છે. આ નિવેદન પરથી એવું લાગતું નથી કે આતંકવાદીઓને રક્ષણ આપતો દેશ પાકિસ્તાન આટલી સરળતાથી હાફિઝ સઈદને ભારતને સોંપશે. પાકિસ્તાની પત્રકાર ઈજાઝ સૈયદે એક ટ્વીટમાં કહ્યું કે, પાકિસ્તાને હાફિઝ સઈદના પ્રત્યાર્પણનો ટેકનિકલી ઈન્કાર કરી દીધો છે. તેમણે લખ્યું કે આ સંદર્ભમાં વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું, 'પાકિસ્તાનને ભારતીય અધિકારીઓ તરફથી વિનંતી મળી છે, જેમાં કહેવાતા મની લોન્ડરિંગ કેસમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ અસ્તિત્વમાં નથી.

Sikhs are brave societies but they are discriminated against in India: Hafiz  Saeed

પાકિસ્તાને જવાબ આપ્યો ન હતો

NIAએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદ વિરુદ્ધ અનેક કેસ નોંધ્યા છે. ભારત અને યુએનએ તેને આતંકવાદી જાહેર કર્યો છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે હાફિઝ સઈદની અનેક મામલામાં પૂછપરછ કરવાની છે, તેથી તેને સોંપવામાં આવે. હાફિઝ સઈદ વિરુદ્ધ કાશ્મીરમાં આતંકવાદી ફંડિંગનો કેસ પણ ચાલી રહ્યો છે. પાકિસ્તાને સત્તાવાર રીતે ભારતને જવાબ આપ્યો નથી. પરંતુ મુમતાઝ બલોચનું નિવેદન દર્શાવે છે કે પાકિસ્તાન ફરી આતંકવાદીને બચાવવા માટે ઉભું થયું છે.

વાંચવા જેવું : પાકિસ્તાન ફરી યુદ્ધની તૈયારીમાં? ભારતીય સીમાથી 20 કિમી દૂર કર્યું એરફીલ્ડ તૈનાત, સામે આવી ચોંકાવનારી તસવીર

hafiz saeed s detention extended for 30 days

ભારતે શું કહ્યું?

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, 'આ વિનંતી થોડા અઠવાડિયા પહેલા ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન દ્વારા કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ ન હોવા છતાં આ વિનંતી કરવામાં આવી હતી. પાકિસ્તાનને તમામ જરૂરી દસ્તાવેજો આપવામાં આવ્યા છે. હાફિઝના પુત્રના ચૂંટણી લડવા અંગે બાગચીએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકવાદીઓનું મુખ્ય પ્રવાહમાં આવવું કોઈ નવી વાત નથી. આવી ઘટનાઓ પ્રાદેશિક સુરક્ષાને અસર કરે છે.

વાંચવા જેવું : 'મુસ્લિમ દેશ ફેલ, હવે PM મોદી જ....', ઈઝરાયલ-ગાઝા સંઘર્ષ વચ્ચે જામા મસ્જિદના ઇમામનું મોટું નિવેદન

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ