બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / pakistan felt isolated due to UAE president welcomed pm modi by breaking protocol

નારાજગી / PM મોદી માટે UAEના રાષ્ટ્રપતિએ પ્રોટોકોલ તોડીને એવું કર્યુ કે પાકિસ્તાન બરોબરનું ખિજાયું

Published By: Dhruv

Last Updated: 06:59 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UAEના રાષ્ટ્રપતિએ પ્રોટોકોલ તોડી PM મોદીને અબુધાબી એરપોર્ટ પર રિસીવ કરવા જતા પાકિસ્તાન બરાબરનું અકળાયું છે.

  • UAEના રાષ્ટ્રપતિની એક હરકતથી પાકિસ્તાન બરાબરનું અકળાયું
  • UAEના રાષ્ટ્રપતિએ PM મોદીને મળવા પ્રોટોકોલ તોડ્યું હતું
  • પાકિસ્તાનના PMને તેડવા એરપોર્ટ પર UAEના ન્યાયમંત્રી પહોંચ્યા હતા

વડાપ્રધાન મોદીની સંયુક્ત આરબ અમીરાતની મુલાકાતથી હવે પાકિસ્તાન પોતાની જાતને અસુરક્ષિત અનુભવતા બરાબર ખિજાયુ છે. કારણ કે, પાકિસ્તાનનું મુસ્લિમ દેશો સાથેનું કનેક્શન ધીરે-ધીરે ઓછું થઇ રહ્યું છે જ્યારે ભારતનું કનેક્શન મુસ્લિમ દેશો સાથે સતત વધતુ જઇ રહ્યું છે.

કારણ કે તાજેતરમાં જ ખુદ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મગ બિન જાયદ અલ નાહયાન PM મોદીને રિસીવ કરવા પ્રોટોકોલ તોડીને અબુધાબી એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યારે મે મહિનામાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફ UAE ગયા હતા ત્યારે તેઓના સ્વાગત માટે એરપોર્ટ પર UAEના ન્યાયમંત્રી પહોંચ્યા હતા. આથી, પાકિસ્તાનને એમ લાગી રહ્યું છે કે, તેઓ હવે અલગ થઇ ગયા છે.

PM મોદીની UAE યાત્રાની વાત કરતા અબ્દુલ બસિતે કહ્યું કે, 'પાકિસ્તાન અલગ નથી પરંતુ અમે જોયું છે કે PM મોદીને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને ખુદ એરપોર્ટ પર જઇને રિસીવ કર્યા હતા. જો કે, આવું ખૂબ ઓછું થાય છે અથવા તો થતું જ નથી. આથી, આ બાબત પ્રોટોકોલ વિરૂદ્ધ છે.'

અમે અલગ તો નથી પરંતુ કેટલીક બાબતો અમને જરૂરથી હેરાન કરે છે: અબ્દુલ બસિત

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 'બીજી બાજુ જ્યારે આપણા PM શહબાજ શરીફ જ્યારે 15 મેના રોજ UAE ગયા હતા ત્યારે UAEના ન્યાયમંત્રીએ તેઓને રિસીવ કર્યા હતા. જો કે, અમે અલગ તો નથી પરંતુ આવી કેટલીક બાબતો અમને જરૂરથી હેરાન કરે છે.'

પાકિસ્તાનની વિદેશ નીતિને લઇને જ નેશનલ એસેમ્બલીમાં વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારને સવાલ કરવામાં આવ્યો હતો કે, 'શું પાકિસ્તાન અલગ પડી ગયું છે?' ત્યારે જવાબમાં તેઓએ કહ્યું હતું કે, પાકિસ્તાનની વિદેશ નીતિ યોગ્ય દિશામાં છે અને તેઓ અલગ નથી થયા. રબ્બાનીના આ જવાબ પર પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારી અને ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહેલા અબ્દુલ બાસિતે સવાલ ઉઠાવ્યા છે.

તેઓએ જણાવ્યું કે, 'જ્યારે શહબાજ શરીફની સરકાર વિપક્ષમાં હતી ત્યારે આવું જ લોકો કહેતા હતા કે પાકિસ્તાન અલગ પડી ગયું છે અને હવે સત્તામાં આવ્યા બાદ પીટીઆઈની સિદ્ધિઓની મદદ લઇને જ એવું કહી રહ્યાં છે કે, અમે અલગ નથી થયા.'

પાકિસ્તાન અલગ નથી પડ્યું: હિના રબ્બાની ખાર

અબ્દુલ બસિતે કહ્યું કે, 'જ્યારે તેઓની હકુમ ન હોતી ત્યારે ઇચ્છે તો પીપલ્સ પાર્ટીના લોકો હોય અથવા PML-એનના નેતા હોય, તમામ એવું જ કહેતા હતા કે પાકિસ્તાન અલગ થઇ ગયુ છે. પીટીઆઇની સરકારે કાશ્મીરને વેચી માર્યું છે, અમને કોઇ દેશમાંથી ફોન સુધી નથી આવતો.. આ પ્રકારની અઢળક વાતો. પરંતુ આજે હિના રબ્બાની ખારે કહ્યું કે, પાકિસ્તાન અલગ નથી પડ્યું અને તેની પાછળ તેઓએ ત્રણ તર્ક આપ્યા છે. પહેલું એ કે પાકિસ્તાન IOCમાં વિદેશ મંત્રીઓની પરિષદનું અધ્યક્ષ છે તો અમે કઇ રીતે અલગ છીએ.'

બાસિતે આગળ જણાવ્યું કે, 'બીજું - હિનાએ કહ્યું કે, અમે UN માનવાધિકાર પરિષદના સભ્ય છીએ અને દરેક વખત અમે તેની ચૂંટણી જીતીએ છીએ તો કેવી રીતે અલગ છીએ. ત્રીજું G-77ના અમે અધ્યક્ષ છીએ તો પછી કેવી રીતે અમે અલગ છીએ. તેઓએ બરાબર યોગ્ય કહ્યું પરંતુ સાથે તે એમ પણ કહે છે કે, આ ત્રણેય ચીજો પીટીઆઇની હકુમત અંતર્ગત થઇ હતી. પછી તમે લોકો વિપક્ષમાં હતા ત્યારે કેમ કહી રહ્યાં હતા કે પાકિસ્તાન અલગ છે?

સંકળાયેલા મુદ્દાઓ

Mohammed bin Zayed Al Nahyan PM Narendra Modi Pakistan News પાકિસ્તાન Pakistan news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ