બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Pakistan accepts presence of eleven terrorists who facilitated Mumbai terror attack on its soil
આમ 2008માં મુંબઇમાં હુમલો કરવાનું ષડયંત્ર કરનારા પાકિસ્તાનમાં હતા તે અંગેના સૌથી મોટા ગુનાની કબૂલાત કરી છે. પાકિસ્તાનની તપાસ એજન્સીએ આ સ્વીકાર્યું છે. મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં 150થી વધારે લોકોના મૃત્યું થયા હતા.
ADVERTISEMENT
પાકિસ્તાન FIAએ બુધવારે 880 પાનાની મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની એક યાદી જાહેર કરી હતી. જેમાં ભારતના 11 ગુનેગારોનો પણ સમાવેશ છે. આ આતંકીઓ મુંબઇમાં હુમલાના ષડયંત્રમાં સામેલ હતી.
પાકિસ્તાને જાહેર કરેલી યાદીમાં સૌથી ઉપર મુલ્તાનના નિવાસી મોહમ્મદ અમઝદ ખાન છે. જેણે દરિયાના રસ્તે આતંકીઓની ઘુસણખોરી માટે બોટ ખરીદી આપી હતી. અમઝદે કરાચીથી લાઇફ જેકેટ તેમજ મોટર બોટ ખરીદી હતી. મોહમ્મદ અમઝદ ખાનના નામની સાથે પાકિસ્તાને સ્વીકાર્યુ કે બહાવલપુરમાં રહતો શાહિદ ગફૂર ઘૂસણખોરીમાં ઉપયોગમાં લેવાયેલી બોટનો કેપ્ટન હતો. આ હુમલામાં આતંકીઓની મદદ કરનારાઓમાં અન્ય લોકો પણ હતા. જેમાં મોહમ્મદ ઉસ્માન, અતીક-ઉર-રહેમાન, રિયાઝ અહમદ, મોહમ્મદ મુશ્તાક, અબ્દૂલ શકૂર, મોહમ્મદ ઉસ્માન અને શકીલ અહમદ છે.
ADVERTISEMENT
આમ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનની સંઘીય તપાસ એજન્સી (FIA) બુધવારે સ્વીકાર કર્યું કે ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં 26/11ના હુમલામાં પાકિસ્તાનના આતંકીઓનો હાથ હતો. FIAને આ વાતનો સ્વીકાર કર્યો છે કે મુંબઇની તાજ હોટલ પર હુમલાને લશ્કર-એ-તૈયબાના 11 આતંકીઓ અંજામ આપ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.