બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Pahalwano accepted the challenge of Brijbhushan's narco test

BIG NEWS / પહેલવાનોએ સ્વીકારી બૃજભૂષણની નાર્કો ટેસ્ટની ચેલેન્જ: કહ્યું અમે તૈયાર છીએ, સુપ્રીમ કોર્ટની દેખરેખમાં કરો

Priyakant

Last Updated: 02:23 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest News: કુસ્તીબાજોએ બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ દ્વારા નાર્કો ટેસ્ટની ચેલેન્જ સ્વીકારી અને કહ્યું.....

  • કુસ્તીબાજોએ બૃજભૂષણ શરણ સિંહ દ્વારા નાર્કો ટેસ્ટની ચેલેન્જ સ્વીકારી
  • અમે બધા કોઈપણ પરીક્ષણ માટે તૈયાર છીએ: બજરંગ પુનિયા
  • નાર્કો ટેસ્ટ લાઈવ હોવો જોઈએ જેથી આખો દેશ સવાલ-જવાબ સાંભળે: બજરંગ પુનિયા

ભારતીય કુશ્તી સંઘનાં અધ્યક્ષ અને ભાજપ સાંસદ બૃજભૂષણ શરણસિંહે રવિવારે ખાપ પંચાયતનાં વિવાદિત નિવેદન બાદ ચેલેન્જ આપતાં કહ્યું કે 'હું પોતાનો નાર્કો ટેસ્ટ, પોલિગ્રાફી ટેસ્ટ કે લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે, મારી સાથે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાનાં પણ ટેસ્ટ થવા જોઈએ.' આ તરફ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કુસ્તીબાજોએ સોમવારે બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ દ્વારા નાર્કો ટેસ્ટની ચેલેન્જ સ્વીકારી છે. 

દિલ્હી જંતર મંતર પર બેઠેલા કુસ્તીબાજોએ બૃજભૂષણ શરણ સિંહની નાર્કો ટેસ્ટની ચેલેન્જ સ્વીકારી છે. કુસ્તીબાજોએ સોમવારે બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ દ્વારા નાર્કો ટેસ્ટની ચેલેન્જ સ્વીકારી હતી. બજરંગ પુનિયાએ કહ્યું કે, અમે બધા કોઈપણ પરીક્ષણ માટે તૈયાર છીએ, પરંતુ તે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવું જોઈએ. નાર્કો ટેસ્ટ લાઈવ હોવો જોઈએ જેથી આખો દેશ સવાલ-જવાબ સાંભળે.

શું કહ્યું હતું બૃજભૂષણ સિંહે ? 
બૃજભૂષણ સિંહે રવિવારે કહ્યું હતું કે, તે પોતાનો નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફી ટેસ્ટ અને જૂઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે. પરંતુ મારી શરત એ છે કે મારી સાથે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પણ આ જ ટેસ્ટમાંથી પસાર થવું જોઈએ. મીડિયાને બોલાવો અને જાહેરાત કરો. મહત્વનું છે કે, કુસ્તીબાજો છેલ્લા 30 દિવસથી જંતર-મંતર પર બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ તપાસ અને ધરપકડની માંગ કરી રહ્યા છે. આવતીકાલે એટલે કે 23 મેના રોજ કુસ્તીબાજો ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢશે.

શું કહ્યું બજરંગ પુનિયાએ ? 
બજરંગ પુનિયાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ અને તેની દેખરેખ હેઠળ નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. તેમજ નાર્કો ટેસ્ટ લાઈવ થવો જોઈએ, જેથી સમગ્ર દેશવાસીઓ જાણી શકે કે બૃજભૂષણને કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના પર તેમને કેવા જવાબો મળી રહ્યા છે. 15 રૂપિયાના મેડલ અંગે બૃજભૂષણના નિવેદન પર તેમણે કહ્યું કે, આ માત્ર મેડલનું જ નહીં પરંતુ ત્રિરંગાનું પણ અપમાન છે. કારણ કે, જ્યારે આપણે મેડલ જીતીએ છીએ ત્યારે આપણે માથે ત્રિરંગો લહેરાવીને ફરતા હોઈએ છીએ.

વિનેશ ફોગાટે શું કહ્યું ? 
વિનેશ ફોગાટે કહ્યું કે, ન માત્ર વિનેશ અને બજરંગનો જ નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ, પરંતુ તમામ સાત ફરિયાદી-પીડિત કુસ્તીબાજોનો પણ ટેસ્ટ કરાવવો જોઈએ. જેના માટે તેઓ પણ તૈયાર છે. બંને પક્ષોના સવાલ-જવાબની પ્રક્રિયા દેશની સામે લાઈવ બતાવવી જોઈએ. મીડિયાકર્મીઓએ બૃજભૂષણને એવી રીતે ન બતાવવું જોઈએ કે તે એક સારા વ્યક્તિ છે. તેના નાર્કો ટેસ્ટના નિવેદનને પણ અતિશયોક્તિભર્યું કહેવામાં આવી રહ્યું છે. એવું દેખાડવામાં આવી રહ્યું છે કે, તેણે સામેથી નાર્કો ટેસ્ટની માંગણી કરી છે, જ્યારે અમે 1 મહિનાથી આ માંગ કરી રહ્યા છીએ.

શું કહ્યું સાક્ષી મલિકે? 
સાક્ષી મલિકે કહ્યું કે, નવા સંસદ ભવનમાં ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ અને મહિલા મહાપંચાયતમાં આવનાર લોકોને સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા હેરાન કરવામાં ન આવે. અમે પહેલા દિવસથી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છીએ. તે ભવિષ્યમાં પણ શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે. જ્યારે પત્રકારોએ સાક્ષી મલિકને પૂછ્યું કે, બૃજભૂષણે નાર્કો ટેસ્ટ માટે માત્ર વિનેશ અને બજરંગના નામ લીધા હતા, તમારું નહીં? જેના પર વિનેશ ફોગાટે કહ્યું કે, બ્રિજ ભૂષણને જ પૂછો.

ખાપ પંચાયતો કુસ્તીબાજોના પક્ષમાં આવી
ખાપ પંચાયતો પણ બૃજભૂષણનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આવી છે. રવિવારે રોહતકના મહામ ચૌબીસીમાં ખાપ મહાપંચાયત યોજાઈ હતી. કુસ્તીબાજોના સમર્થનમાં 23 મેના રોજ દિલ્હીના ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. 28 મેના રોજ નવા સંસદ ભવન સામે ખાપ્સની મહિલા મહાપંચાયત યોજાશે. આમાં દેશભરમાંથી મહિલાઓ ઉપરાંત ખાપ અને ખેડૂત આગેવાનો પણ પહોંચશે. આ મહિલા મહાપંચાયત કુસ્તીબાજોને સાથે રાખીને જે પણ નિર્ણય લેશે તે તમામ ખાપને માન્ય રહેશે.

જાણો ક્યારથી કુસ્તીબાજો કરી રહ્યા છે વિરોધ 
વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિકની આગેવાની હેઠળના કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર બૃજભૂષણ સામે વિરોધ કરી રહ્યા છે. કુસ્તીબાજોની માંગ છે કે બૃજભૂષણને પદ પરથી હટાવવામાં આવે અને ધરપકડ કરવામાં આવે. આ પહેલા કુસ્તીબાજો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. અહીં તેમના કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે દિલ્હી પોલીસને સાંસદ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ છેડતી અને પોસ્કો એક્ટ હેઠળ 2 કેસ નોંધ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ