પદ્મશ્રી કવિ દુલાભાયા કાગની આજે 115મી જન્મ જયંતિ, લોક હૈયે વસેલ તેમના દુહા-છંદ

By : hiren joshi 11:28 PM, 25 November 2018 | Updated : 11:28 PM, 25 November 2018
મજાદર(કાગધામ): પર ધન પર ધરા મહીં ભાયલ લેતો ભાગ પણ ભાયા તારા ભાગ્ય દુલા જેવા દીકરા.... દુલાભાયા કાગની વાણી એટલે શબ્દો પણ ધન્ય બની જાય અને લોક હૈયામાં એવા વસી જાય કે કાયમ જીવનમાં તેનું અવતરણ રહે. પૂજ્ય દુલા બાપુ કાગનું નામ એટલે સાહિત્ય.

પદ્મશ્રી એવોર્ડ દુલા કાગની આજે 115મી જન્મ જયંતિ છે. જેથી આ સાહિત્યના સર્જકને યાદ કરવા જ પડે. તેઓ મહુવા તાલુકાના મજાદાર ગામમાં રહી સાહિત્યના સર્જક ગુજરાતી ભાષા છંદ-દુહા આજે વિશ્વ વિખ્યાત બન્યા છે. જેણે સાહિત્યને ઉજળું કર્યું તેવા પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની જન્મ જયંતિએ તેના ચરણોમાં સાહિત્ય રસિકોએ વંદન કર્યા હતા.

પદ્મશ્રી કવિ અને જેનો ગુજરાતી સાહિત્ય પર અહેસાન છે. જેથી સાહિત્ય જગત ગર્વ લઇ આ મહાન કવિને યાદ કરે છે. આજે દુલા કાગની ચોથી પેઢી પણ કાગધામમાં તેમનો વારસો સાચવી બેઠી છે. બાપુની ડેલીએ આજે પણ ભૂખ્યાને કાયમ રોટલો મળી રહે છે.Recent Story

Popular Story