બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / P Chidambaram Arrested in INX Media Scam Case, to Be Produced in CBI Court Today

INX મીડિયા કેસ / CBI હેડક્વાર્ટરમાં ચિદમ્બરમની પૂછપરછ કરી શરૂ, સીબીઆઇ કોર્ટમાં હાજર કરાશે

Bhushita

Last Updated: 11:06 AM, 22 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં સીબીઆઈ હેડક્એવાર્ટરમાં ચિદમ્બરમની પૂછપરછ શરૂ કરાઈ છે. આજે બપોરે 2 વાગ્યા બાદ કોર્ટમાં ચિદમ્બરમને લઈ જવામાં આવશે. સીબીઆઈ આજે સાઉથ રેવન્યૂ કોર્ટમાં પૂર્વ ગૃહમંત્રીને રજૂ કરશે. આઈએનએક્સ મીડિયા સંબંધી ગિરફ્તારી પછી સીબીઆઈ તેમના રીમાન્ડ માંગી શકે છે.

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ હવે કેન્દ્રીય તપાસ સમિતિ એટલે કે સીબીઆઈની ગિરફ્તમાં છે. હાલમાં સીબીઆઈ હેડક્વાર્ટરમાં તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  INX મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડીએ બુધવારે તેમની તપાસ શરૂ કરી હતી. જે લગભગ 30 કલાક ચાલી હતી. આ તપાસ બાદ બુધવારે મોડી રાત્રે ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી. આખી રાત સીબીઆઈ મુખ્યાલયમાં તેમને રાખવામાં આવ્યા. સાથે જ રાતભર સવાલો અને પૂછપરછ કરવામાં આવી. આ તમામ ઘટના ક્રમ બાદ હવે આજે ગુરુવારે તેમને સીબીઆઈ કોર્ટમાં હાજર કરવામાં આવશે. અન્ય તરફ કોંગ્રેસ પાર્ટી પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. 

શક્ય છે કે બપોરે 2 વાગ્યા બાદ કોર્ટમાં ચિદમ્બરમને લઈ જવામાં આવશે. સીબીઆઈ આજે સાઉથ રેવન્યૂ કોર્ટમાં પૂર્વ ગૃહમંત્રીને રજૂ કરશે. આઈએનએક્સ મીડિયા સંબંધી ગિરફ્તારી પછી સીબીઆઈ તેમના રીમાન્ડ માંગી શકે છે. 

જે હેડક્વાર્ટરનું ચિદમ્બરમે ઉદ્ઘાટન કર્યું તેના જ આરોપી બનાવીને લાવી CBI
30 જૂન 2011ના રોજ યૂપીએ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન સીબીઆઈએ નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. તે સમયના પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. જ્યારે તત્કાલિન પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ઘટનાથી 8 વર્ષ બાદ આ સીબીઆઈ ઓફિસમાં તેઓને આરોપી બનાવીને લાવવામાં આવ્યા. આ ઓફિસના લોકઅપમાં તેઓએ આખી રાત વીતાવી અને સાથે ઓફિસરોના સવાલોના જવાબ પણ આપ્યા.

ન્યૂઝ એજન્સી ANI તરફથી તે સમયની એક ટ્વિટ પણ કરવામાં આવી હતી. જેમાં પી. ચિદમ્બરમ, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કપિલ સિબ્બલ, વીરપ્પા મોઈલી પણ હાજર હતા. 

આઇએનએક્સ મીડિયા કેસમાં મારા પુત્રએ કોઇ ગુનો કર્યો નથી-પી. ચિદમ્બરમ
આ અગાઉ દિવસ દરમિયાન સુપ્રીમકોર્ટમાં 12 વરિષ્ઠ વકીલોની ફોજ મોકલવા છતાં ચિદમ્બરમ ધરપકડથી વચગાળાની રાહત મેળવી શક્યા નહોતા. અંદાજે 30 કલાક અન્ડરગ્રાઉન્ડ રહ્યા બાદ તેઓ બુધવારે રાત્રે 8.10 વાગ્યે એકાએક કોંગ્રેસ વડામથકે પ્રેસ કોન્ફરન્સ કરવા પહોંચી ગયા. તેમણે દાવો કર્યો કે આઇએનએક્સ મીડિયા કેસમાં તેમણે અને તેમના પુત્રએ કોઇ ગુનો કર્યો નથી. તેમની સામે કોઇ આરોપ નથી. ચિદમ્બરમ કોંગ્રેસ વડામથકે દસેક મિનિટ સુધી રહ્યા. સીબીઆઇ અને ઇડીની ટીમો ત્યાં પહોંચે તે પહેલાં તેઓ ઘેર જવા નીકળી ગયા. તે પછી સીબીઆઇ અને ઇડીની ટીમો તેમના ઘરે પહોંચી. ત્યાં લગભગ બે કલાકના ડ્રામા બાદ તેમની ધરપકડ કરાઇ.

ફોટો સૌજન્ય- Twitter.com

સંકળાયેલા મુદ્દાઓ

CBI court INX Media Case P.Chidambaram આઈએનએક્સ કેસ કોર્ટમાં થશે રજૂ પી.ચિદમ્બરમ INX Media Scam Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ