બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / open online Saving Account in SBI at home by Video Call KYC facility by SBI Yono app

સુવિધા / SBIના ગ્રાહકો માટે જબરદસ્ત સુવિધા, માત્ર એક Video Callમાં થઈ જશે આ કામ, જાણી લો સરળ પ્રોસેસ

Noor

Last Updated: 04:57 PM, 25 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેન્ક એકાઉન્ટ દરેક નાગરિક માટે જરૂરી છે. તેનાથી રોકાણ કરવા, વ્યાજ મેળવવાથી લઇ સરકારી યોજનાનો લેવા સુધીના ઘણાં ફાયદા મળે છે. તો હવે SBIએ તેના ગ્રાહકોને જોરદાર સુવિધા આપી છે.

  • એસબીઆઈના ગ્રાહકો માટે સારાં સમાચાર
  • હવે ઘરે બેઠા જ સરળ રીતે ખોલાવી શકો છો એકાઉન્ટ
  • બેન્કે ગ્રાહકોને આપી ખાસ સુવિધા

જો તમે એસબીઆઈમાં એકાઉન્ટ ખોલાવવા માંગો છો અને કોરોના સંક્રમણના ખતરાને કારણે બ્રાન્ચમાં જવા નથી માંગતા તો તમે ઘરે બેઠા જ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. માત્ર એક વીડિયો કોલમાં થઈ જશે તમારું કામ. તમારું વેરિફિકેશન વીડિયો કોલથી થઇ જશે.

વીડિયો કેવાયસી દ્વારા ખુલશે ખાતું

SBIએ પોતાના મોબાઈલ બેન્કિંગ એપ YONO પર વીડિયો કોલ KYC દ્વારા એકાઉન્ટ ખોલવાની સુવિધા આપી છે. આ સુવિધા દ્વારા ગ્રાહક બ્રાન્ચમાં ગયા વિના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓફ ફિશિયલ રિકોગ્નિશન ટેક્નોલોજી દ્વારા સંચાલિત આ ડિજિટલ પહેલ સંપર્ક રહિત અને પેપરલેસ પ્રોસેસ છે. વીડિયો કેવાયસી સુવિધા SBIમાં એક નવું બચત ખાતું ખોલવાની યોજના બનાવી રહેલાં ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

જાણો શું કરવું

આ નવી સુવિધાનો લાભ લેવા માટે તમારે ફક્ત યોનો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે અને આઇફોન યુઝર્સ તેને એપલ સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે. હવે એપને ઓપન કરો. ‘‘New to SBI’’ પર ક્લિક કરો અને ‘Insta Plus Savings Account’ પસંદ કરો.

એપ્લિકેશનમાં તમારી આધાર વિગતો દાખલ કરો અને આધાર વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમારે તમારી વ્યક્તિગત વિગતો એટલે કે નામ, સરનામું, મોબાઇલ નંબર, વગેરે દાખલ કરવાનું રહેશે. કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે વીડિયો કોલ શેડ્યૂલ કરવો પડશે. વીડિયોકેવાયસી સફળ થવા પર તમારું એકાઉન્ટ સરળતાથી ખુલી જશે.

કોરોનાકાળમાં સુવિધાજનક પહેલ

એસબીઆઈ અધ્યક્ષ દિનેશ ખારાએ જણાવ્યું કે, અમે બેન્કમાં ઓનલાઇન બચત ખાતાની સુવિધા શરૂ કરવા માટે ખૂબ જ ખુશ છીએ. ખાસ કરીને વર્તમાન મહામારીની ઘટનામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગ્રાહકની સલામતી, નાણાકીય સુરક્ષા અને ખર્ચની ખાતરી કરવા માટે તે એક પગલું છે. અમને વિશ્વાસ છે કે આ પહેલ મોબાઇલ બેન્કિંગમાં એક નવું પરિમાણ જોડશે અને ગ્રાહકોને તેમની બેંકિંગ આવશ્યકતાઓ માટે ડિજિટલ બનવા સશક્ત બનાવશે. આ વિકાસ એ ડિજિટલ ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો વધુ એક પુરાવો છે.

સંકળાયેલા મુદ્દાઓ

KYC facility SBI Video Call Saving Account Facility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ