ઘણી ભારતીય બેંક ગ્રાહકોને વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા નવું એકાઉન્ટ ખોલવાની સુવિધા આપવાની તૈયારી કરવામ જઇ રહ્યું છે.
બેંક ગ્રાહકોને વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા નવું એકાઉન્ટ ખોલવાની સુવિધા આપવાની તૈયારી કરી રહ્યું છે
આ પહેલા બેંકોને રિમોટ એરિયામાં ખાતા ખોલવા માટે આધાર ડેટા પર નિર્ભર રહેવું પડતું હતું
વીડિયો કૉલ દ્વારા ગ્રાહકોને બેંક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા એક મોટું પગલું છે
હવેં બેંક અકાઉન્ટ ખોલાવવા માટે બ્રાન્ચ જવાની જરૂર પડશે નહીં. કારણ કે ઘણી ભારતીય બેંક ગ્રાહકોને વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા નવું એકાઉન્ટ ખોલવાની સુવિધા આપવાની તૈયારી કરી રહ્યું છે. મોટાભાગે મોટા લેન્ડર્સ 'નો યોર કસ્ટમર' વીડિયો પ્લેટફોર્મના લૉન્ચિંગના અંતિમ તબક્કામાં છે. જણાવી દઇએ કે આ વર્ષે જાન્યુઆરીમાં આરબીઆઇએ વીડિયો બેસ્ડ KYC પ્રક્રિયાને પૂરી કરવા માટે ગાઇડલાયન્સ જારી કરી હતી. આ પહેલા બેંકોને રિમોટ એરિયામાં ખાતા ખોલવા માટે આધાર ડેટા પર નિર્ભર રહેવું પડતું હતું.
બેંક બ્રાન્ચ પર ગયા વગર ખુલી જશે ખાતા
વીડિયો કૉલ દ્વારા ગ્રાહકોને બેંક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા એક મોટું પગલું છે અને એનાથી બ્રાંચલેસ બેંકિંગને નવી દિશા મળશે. આ ઉપરાંત રિમોટ ગ્રાહકો સુધી પહોંચ વધારવામાં બેંકોને મદદ મળશે. વર્તમાનમાં એકાઉન્ટ ખોલાવવા માટે ગ્રાહકને ચાલીને બેંક બ્રાન્ચ પહોંચવાનું હોય છે અને પછી ફૉર્મ ભરવાના હોય છે અથવા એજન્ટ તમારા ઘરે તમને ડૉક્યૂમેન્ટ્સ અને સહી લે છે. કેટલાક કેસોમાં આધાર દ્વારા ઑનલાઇન બેસિક બેંક એકાઉન્ટ ખોલી શકાય છે. પરંતુ ફુલ સર્વિસ એકાઉન્ટ્સ માટે પેપર ડૉક્યૂમેન્ટેશન ફરજીયાત છે.
આ બેંકે શરૂ કરી વીડિયો બેસ્ડ KYC
દેશના ટૉપ 10 બેંકમાંથી મોટાભાગની વીડિયો કેવાઇસી પ્રોડક્ટની સાથે તૈયાર છે અને એમાંથી કેટલાકે એને લૉન્ચ કરી દીધો છે જ્યારે અન્ય ઇન્ટરનલ ટેસ્ટ કરી રહ્યા છે. પ્રાઇવેટ સેક્ટરના બેંક કોટક મહિન્દ્રા બેંક ગ્રાહકોને વીડિયો દ્વારા KYCની પરમિશન આપી રહ્યું છે. એનાથી કોઇ પણ જગ્યાથી એકાઉન્ટ ખોલવામાં સરળતા રહેશે. બેંકે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે આ સુવિધા માત્ર સેવિંગ્સ એકાઉન્ટ માટે છે. વીડિયો કૉન્ફ્રેસિંગ KYC સિસ્ટમ હેઠળ કોટક મહિન્દ્રા બેંકમાં Kotak 811 saving account ખોલવા માટે ગ્રાહકોને આધાર અને પાન કાર્ડ આપવું પડશે.
એના માટે સૌથી પહેલા ગ્રાહકોને બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઇને નવું એકાઉન્ટ ખોલવા માટે રિક્વેસ્ટ નાંખવી પડશે. ત્યારબાદ બેંકના એક અધિકારી ગ્રાહકોની સાથે વીડિયો કૉલ પર KYC પ્રક્રિયાને પૂરી કરશે. બેંકે જણાવ્યું કે આ સમગ્ર વીડિયોને સેવ કરવામાં આવશે.
શું છે KYC?
કેવાઇસી રિઝર્વ બેંક દ્વારા સંચાલિત એક ઓળક પ્રક્રિયા છે જેની મદદથી બેંક અને અન્ય નાણાંકીય સંસ્થાઓ પોતાના ગ્રાહક માટે સારી રીતે જાણી શકે છે. KYC એટલે 'નો યોર કસ્ટમર' પોતાના ગ્રાહકોને જાણો. બેંક અને નાણાંકીય કંપનીઓ એના માટે ફૉર્મને ભરાઇને એની સાથે કેટલાક ઓળખના પ્રમાણ પણ લે છે.