બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / onion side effects excessive consumption of onion can cause many health problems

થશે નુકસાન / ડુંગળી ખાવાના શોખીન હોય તો ચેતી જજો, નહીંતર આ ભયંકર મુશ્કેલીનો કરવો પડી શકે છે સામનો

Premal

Last Updated: 11:02 AM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂની કહેવત છે કે જો તમે વધુ માત્રામાં કોઈ પણ વસ્તુનુ સેવન કરશો તો આ ફાયદાની જગ્યાએ તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. આ વાત દરેક વસ્તુ પર લાગુ થાય છે. વિશ્વભરમાં ડુંગળીને લોકો ખૂબ પસંદ કરે છે અને મોટાભાગના લોકો તેનો ખાવામાં ઉપયોગ કરે છે.

  • ડુંગળી વધુ ખાશો તો થશે નુકસાન
  • ડુંગળી ખાવાથી થાય છે ફાયદા
  • પરંતુ વધુ પડતી ડુંગળી ખાવાથી શરીરમાં થશે સમસ્યા

ડુંગળીને સલાડ તરીકે પણ ખાવામાં આવે છે. અમુક લોકો તો ચટણી બનાવીને પણ ભોજનમાં જમે છે. અત્યાર સુધી તમે ડુંગળી ખાવાના ઘણા ફાયદા સાંભળ્યા હશે. પરંતુ અમે તમને જણાવીએ છીએ કે ડુંગળી વધુ ખાવાથી તમારે કયા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

વધુ પડતી ડુંગળી ખાવાના નુકસાન

  1. ડુંગળીમાં પુષ્કળ માત્રામાં ફાઈબર હોય છે. એક નિશ્ચિત માત્રા સુધી શરીર માટે ફાઈબર ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ જો તેની માત્રા વધુ હશે તો તેનાથી તમને પેટમાં દુ:ખાવો થઇ શકે છે. જો તમે વધુ ડુંગળી ખાઈ રહ્યાં છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. 
  2. કાચી ડુંગળીને સલાડ તરીકે ખાવાથી પાચન સંબંધી સમસ્યા થઇ શકે છે અને તમારે એસિડિટીનો સામનો કરવો પડે છે. ડુંગળીમાં નેચરલ ફ્રક્ટોઝ વધુ માત્રામાં હોય છે, જેનાથી ગેસની પરેશાની પણ થઇ શકે છે. તેથી સલાડમાં પણ વધુ ડુંગળી ના ખાવી જોઈએ. 
  3. ડુંગળીનો વધુ પડતો ઉપયોગ ગર્ભવતી મહિલાઓ માટે વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે. ડુંગળી વધુ ખાવાથી મહિલાઓના હાર્ટમાં બળતરા, ઉલ્ટી જેવી સમસ્યાઓ થઇ શકે છે. ડુંગળી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે, પરંતુ ડુંગળી શરીરને નુકસાન પણ પહોંચાડે છે. તેથી ડુંગળીનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. 
  4. જે લોકો એલર્જીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે, તેમણે ડુંગળી ખાવાથી દૂર રહેવુ જોઈએ. ડુંગળી ખાવાથી તેમની એલર્જીની સમસ્યા વધી શકે છે અને ખંજવાળ, લાલ ફોલ્લીઓની સમસ્યા પણ થઇ શકે છે. આ અંગે તમે તમારા નિષ્ણાંત પાસેથી પણ સલાહ લઇ શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Onion Onion Side Effects Wellness health tips ડુંગળી ખાવાથી થતા નુકસાન Onion Side Effects
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ