ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / oneplus 7t pro may launch soon according to a latest leak

અપકમિંગ / આવી રહ્યો છે વનપ્લસનો નવો ફોન OnePlus 7T Pro, સામે આવ્યો ફોટો

Published By: Krupa

Last Updated: 12:28 PM, 5 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OnePlus 7 અને OnePlus 7 Pro લૉન્ચ થયાના થોડાક જ દિવસ થયા છે, પરંતુ હવે કંપની આ સીરિઝનું નવું ડિવાઇસ લૉન્ચ કરવાની તૈયારી થઇ ગઇ છે. આ સીરિઝનો નવો સ્માર્ટફોન OnePlus 7T હોઇ શકે છે.

ADVERTISEMENT

તાજેતરમાં ટિપ્સટર મેક્સ જે. એ એક ટ્વિટ કરીને કહ્યું છે કે વનપ્લસ 7T જલ્દીથી માર્કેટમાં આવી શકે છે. વનપ્લસના પાછળના મોડલ્સને જોઇએ તો કંપનીની પરંપરા રહી છે કે એ પોતાના સ્માર્ટફોન્સના બેસ મોડલની સાથે એક 'T' વેરિયન્ટ પણ લૉન્ચ કરે છે. કંપની આ વેરિયન્ટમાં બેસ મૉડલની સરખામણીએ સારી અને અપગ્રેડેડ ફીચર અને સ્પેસિફિકેશન ઉપલબ્ધ કરાવે છે. કંપનીએ T વેરિયન્ટના હેઠળ અત્યાર સુધી OnePlus 3T, 5T અને વનપ્લસ 6T લૉન્ચ કરી ચુકી છે. 

OnePlus 7 ના 'T' વેરિયન્ટને લઇને કહેવામાં આવી રહ્યું છે કે કંપની એને OnePlus 7T Pro ના નામથી લૉન્ચ કરી શકે છે. સ્લેશલીકની એક રિપોર્ટનું માનીએ કો વનપ્લસ 7T પ્રો ડિઢાઇન અને લુક્સ મામલે બિલકુલ વનપ્લસ 7 પ્રો જેવો જ હશે ફોનના સ્પેસિફિકેશમનને લઇને હાલ વધારે જાણકારી બહાર આવી નથી. જો કે કેટલાક એક્સપર્ટનું માનવું છે કે વનપ્લસ આ નવા સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપી શકે છે. ફોનના બીજા સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વનપ્લસ 7 પ્રો વાળો જ રહેશે. 

12GB સુધીના રેમ ઑપ્શનમાં આવનારા આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 3120x1440 પિક્સલ રેઝોલ્યૂશનની સાથે 6.7 ઇંચ નું  Fluid AMOLED ક્વૉડ એચડી + ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનની ડિસ્પ્લે 516 પીપીઆઇની સાથે આવે છે અને એનું રિફ્રેશ રેટ 90Hz છે. પૉપ અપ સેલ્ફી કેમેરા ડિઝાઇનની સાથે આવનારા આ સ્માર્ટફોનના રિયરમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 

ફોનમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે 16 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ અને એક 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે જેમાં પહેલી વખત UFS 3.0 ટેક્નોલોજી આપવામાં આવી છે. લિક્વિડ કૂલિંગ ફીચરની સાથે આવનાર આ ફોનને પાવર આપવા માટે એમાં 4,000mAh ની બેટરી આપવામાં આવી છે દે વાર્પ ચાર્ડ સપોર્ટની સાથે આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

OnePlus 3T Oneplus Technology oneplus 7t pro વનપ્લસ સ્માર્ટફોન upcoming

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ