બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / One death due to swine flu in Aravalli, know its symptoms and prevention measures

મોત / અરવલ્લીમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય

Ajit Jadeja

Last Updated: 11:32 AM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૃતકની 13 દિવસથી સારવાર ચાલી રહી હતી. રાજસ્થાનથી આવ્યા બાદ બિમારીમાં સપડાયા હતા

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે. અરવલ્લીમાં સ્વાઈન ફ્લૂથી 58 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યુ છે. જેને લઇને આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. મૃતકની 13 દિવસથી  સારવાર ચાલી રહી હતી. રાજસ્થાનથી આવ્યા બાદ બિમારીમાં સપડાયા હતા. અરવલ્લીમાં સ્વાઇનફલૂથી દર્દીનું મોત નીપજ્યું છે. ભિલોડાના રિંટોડા ગામના 58 વર્ષીય વ્યક્તીનું સારવાર બાદ મોત થયું છે. રાજસ્થાનથી આવ્યા બાદ સ્વાઇન ફ્લૂ પોઝીટીવી આવ્યા હતા. સ્વાઈન ફલૂ પોઝિટિવ આવ્યા બાદ હિંમ્મતનગર સિવિલમાં રખાયા હતા.

13 દિવસની સારવાર બાત મોત

ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરુઆત થઇ ગઇ છે. આ સાથે જ રોગચાળો પણ વકરી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત થયાનું બહાર આવ્યું છે. ભિલોડાના રિંટોડા ગામના 58 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. જેઓ રાજસ્થાનથી આવ્યા બાદ સ્વાઇન ફ્લૂમાં સપડાયા હતા તેમની હિંમતનગર સિવિલમાં સારવાર ચાલી રહી હતી. 13 દિવસની સારવાર બાદ મોત નીપજ્યુ છે. તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.

સ્વાઇન ફ્લૂથી વધુ એકનું મોત

રાજ્યમાં સ્વાઇન ફ્લૂ ના કેસમાં વધારો થયો છે. 3 મહિનામાં 630 કેસ સામે આવ્યા જેમાંથી 15 લોકોના મોત થયા છે. ત્યારે આજે વધુ એક મોત થતા કુલ મોત 16 પર આંક પહોચ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂ ના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં 630 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ ના 322 કેસ નોંધાયા છે. 135માંથી 59 દર્દીઓ અમદાવાદમાં સારવાર હેઠળ છે. અમદાવાદ ઉનાળામાં શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 60 કેસ નોંધાયા છે. છેલ્લા 1 મહિનામાં સ્વાઇન ફ્લૂના 232 કેસ નોંધાયા છે. ગત મહિને સ્વાઇન ફ્લૂના 110 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના જ 380 કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂ સાથે પાણીજન્ય કેસમાં પણ વધારો નોંધાયો છે. ઝાડા ઉલટીના 775, કમળાના 112, ટાઈફોડ 259 કેસ નોંધાયા છે.

સ્વાઈન ફ્લૂ રોગ શું છે ? 

સ્વાઈન ફ્લૂ એ ખૂબ જ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે. અમે તેને H1N1 તરીકે પણ જાણીએ છીએ. તે ડુક્કર દ્વારા ફેલાતો ખતરનાક ચેપી રોગ છે. આ ચેપગ્રસ્ત પ્રાણી અથવા માણસના સંપર્કમાં આવવા પર, H1N1 વાયરસ માનવ શરીરમાં હાજર માનવ ફ્લૂના તાણના સંપર્કમાં આવે છે. જેના કારણે આ રોગ પ્રાણીઓ દ્વારા માણસોમાં પણ ફેલાય છે. જો રોગનું સ્તર વધુ ખરાબ થાય છે તો તે લોકોનો જીવ પણ લઈ લે છે.

આ પણ વાંચોઃ ચૌધરી કે ઠાકોર? ગુજરાતની બનાસકાંઠા સીટ પર જામશે રોમાંચક મુકાબલો, કોણ મારશે બાજી, સમજો ગણિત

તાવ, શરદી, છીંક આવવી સહિતની સમસ્યા સ્વાઈન ફ્લૂના લક્ષણ 

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સ્વાઈન ફ્લૂ H1N1 વાયરસના ચેપને કારણે ફેલાય છે. આ રોગમાં તાવ, શરદી, છીંક આવવાની સમસ્યા, ગળામાં દુખાવો, થાક, શ્વાસ લેવામાં તકલીફ સહિતની સમસ્યા જાગે છે. જો ચેપ ગંભીર હોય તો ન્યુમોનિયા અને છાતીમાં દુખાવો થઈ શકે છે. સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાય તે પછી 48 કલાકની અંદર દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે લક્ષણો દેખાય કે તરત જ સારવાર લેવી જોઈએ અને યોગ્ય સમયે દવા લેવી જોઈએ. આ સિવાય સ્વાઈન ફ્લૂથી બચવા માટે આહાર અને જીવનશૈલીનું ધ્યાન રાખવું જોઈએ. ચેપના કિસ્સામાં આરામ કરો અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવો ખોરાક ખાઓ. આ ચેપમાં, ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા ન લેવી જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ