બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / once used to earn his living by singing in gurudwara today 150 crores property owner

Bollywood / દસમું પાસ એક્ટર-સિંગર, ગુરુદ્વારામાં ગીતો ગાઈને પૈસા કમાતો: આજે 150 કરોડનો માલિક, વિદેશોમાં પણ લોકપ્રિયતા

Manisha Jogi

Last Updated: 04:58 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમેડી, રોમાન્સ અને સીરિયસ એક્ટિંગ કરે ત્યારે તેમનો જાદુ છવાઈ જાય છે. આ સ્ટારે હોલીવુડ સિંગર સાથે ગીત ગાવાની સાથે કોચેલામાં પણ પરફોર્મ કરનાર એક માત્ર ભારતીય સિંગર બની ગયા છે.

  • કોમેડી, રોમાન્સ અને સીરિયસ એક્ટિંગમાં આ સ્ટાર ફેમસ
  • હોલીવુડ સિંગર સાથે ગીત ગાનાર એક માત્ર ભારતીય સિંગર
  • આ એક્ટર પાસે છે કરોડો રૂપિયાની સંપત્તિ

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં વર્સેટાઈલ સ્ટાર તરીકે સૌથી પહેલું નામ દિલજીત દોસાંજનું નામ લેવામાં આવે છે. દિલજીત દોસાંજ કોમેડી, રોમાન્સ અને સીરિયસ એક્ટિંગ કરે ત્યારે તેમનો જાદુ છવાઈ જાય છે. આ સ્ટારે હોલીવુડ સિંગર સાથે ગીત ગાવાની સાથે કોચેલામાં પણ પરફોર્મ કરનાર એક માત્ર ભારતીય સિંગર બની ગયા છે. દિલજીત દોસાંજ આજે 40 વર્ષના થઈ ગયા છે. 

દિલજીત દોસાંજની કુલ સંપત્તિ
દિલજીત દોસાંજનો જન્મ 6 જાન્યુઆરી 1984ના રોજ થયો હતોય આ સ્ટારે નાની ઉંમરે અઢળક કમાણી કરી છે અને એક અલગ ઓળખ બનાવી છે. આ સ્ટારે ધ લાયન ઓફ પંજાબ ફિલ્મથી કરિઅરની શરૂઆત કરી હતી. આ સ્ટારે અડતા પંજાબ અને ગુડ ન્યૂઝ સહિત  બોલીવુડની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. દિલજીત દોસાંજ કુલ 150 કરોડની સંપત્તિના માલિક છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિલજીત દોસાંજ દર મહિને 80 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે અને વાર્ષિક 12 કરોડ રૂપિયાની કમાણી કરે છે. દિલજીત દોસાંજ માત્ર 10 પાસ છે અને તેઓ ગુરુદ્વારામાં કિર્તનમાં ગીતો ગાઈને જીવન પસાર કરતા હતા. 

દિલજીત દોસાંજને લક્ઝરી કારનો શોખ
દિલજીત દોસાંજ તેમની વૈભવી લાઈફસ્ટાઈલ માટે ફેમસ છે અને તેમને લક્ઝરી કારનો ખૂબ જ શોખ છે. દિલજીત દોસાંજ પાસે મર્સિડીઝ બેંજ g63 કાર છે, જેની કિંમત 2.45 કરોડ રૂપિયા છે. અન્ય કારની કિંમત 1.92 કરોડ રૂપિયા છે. દિલજીત દોસાંજની લક્ઝરી કાર કલેક્શનમાં ફરારી, ઓડી, વોલ્વો, BMW જેવી કાર શામેલ છે. 

દિલજીત દોસાંજનો આલિશાન બંગલો
દિલજીત દોસાંજ ભારતની સાથે સાથે લંડનમાં પણ પોતાનું ઘર ધરાવે છે. દિલજીત દોસાંજે કેલોફોર્નિયામાં એક ડુપ્લેક્ષ ઘરમાં રોકાણ કર્યું છે, જેની કિંમત 6.4 કરોડ રૂપિયા છે. મુંબઈના ખારમાં પણ દિલજીત દોસાંજનો એક એપાર્ટમેન્ટ છે, જે 12માં ફ્લોર પર છે. આ એપાર્ટમેન્ટની કિંમત 10-12 કરોડ રૂપિયા છે. લુધિયાનાના ડુગરી ફેજ-1માં પણ એક આલિશાન કોઠી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ