omicron New variant international commercial flights Ban January 31
BIG NEWS /
ઓમિક્રોનના ખતરાને લઇને સરકારનો મોટો નિર્ણય, 31 જાન્યુઆરી સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
Team VTV07:16 PM, 09 Dec 21
| Updated: 07:21 PM, 09 Dec 21
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને ભારતથી જતી અને ભારત આવતી ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધને લંબાવાયો છે.
ઓમિક્રોનના ખતરાને લઇને નિર્ણય
ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ્સ પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ
પ્રતિબંધ 31 જાન્યુઆરી 2022 સુધી લાગૂ રહેશે
15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ્સની આ સેવાઓને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. જોકે, ઓમિક્રોનના ખતરાને ધ્યાને રાખીને આ નિર્ણયને પરત લેવાયો છે. હજુ આ પ્રતિબંધ 31 જાન્યુઆરી 2022 સુધી લાગૂ રહેશે.
ત્યારે, કેન્દ્રીય આરોગ્ય સચિવે પણ આજે ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ દરમિયાન રસીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે રાજ્યોને કોરોનાની સારવાર માટે નિર્ધારિત આઠ મહત્વપૂર્ણ દવાઓ માટે પૂરતો બફર સ્ટોક બનાવવી રાખવામાં આવે તેઓ આગ્રહ કર્યો હતો.