બ્રેકિંગ ન્યુઝ
VTV / obc creamy layer limit to 8 lakh to 12 lakh before five state assembly election
ADVERTISEMENT
ઓબીસી ક્રિમિલેયરને લઈને મોદી સરકારે હવે એક મોટું કામ શરુ કર્યું છે. આગામી દિવસોમાં ઓબીસી ક્રિમિલેયરની આવક 8 લાખથી વધીને 12 લાખ થઈ શકે છે .પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર OBCને એક મોટી નિર્ણય કરવા જઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે પુષ્ટિ કરી છે કે મંત્રાલયે એ વાતનો ફરી વિચાર કરશે કે વાર્ષિક આવકમાં પગાર અને ખેતીમાંથી થનારી આવકને સામેલ કરવામાં આવે કે નહીં.

ADVERTISEMENT
શું કામ શરુ કર્યું મોદી સરકારે
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે ઓબીસી ક્રિમિલેયરના મુદ્દે ફેરવિચારણા શરુ કરી છે. મોદી સરકારે ઓબીસી અનામત બીલને અભરાઈએ ચડાવી દીધું હતું પરંતુ હવે તેને ફરી વાર વિચારણામાં લવાઈ રહ્યું છે. મંત્રાલયે ઓબીસી ક્રિમિલયરની હાલની મર્યાદા 8 લાખથી વધારીને 12 લાખ કરવાની વિચારણા શરુ કરી દીધી છે જે પછી તેને કેબિનેટની બેઠકમાં રાખવામાં આવશે અને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ઓબીસી સમુદાયને આ લાભ મળવાનું શરુ થઈ જશે.
ADVERTISEMENT
કૃષિ અને સેલેરી આવકને સામેલ કરવા પર વિચાર
મંત્રાલય એ વાતનો પણ વિચાર કરશે કે વાર્ષિક આવકની ગણતરીમાં વેતન અને કૃષિ આવકને સામેલ કરવી જોઈએ નહીં. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મંત્રાલયને આ મુદ્દે ફેરવિચારણા કરવાનું જણાવી દેવાયું છે. કેબિનેટમાં જે નોટ રાખવામાં આવી હતી તેને પાછી લઈ લેવામાં આવી છે અને મંત્રાલયે ફરી વાર વિચાર શરુ કરી દીધો છે.

ADVERTISEMENT
ઓબીસીને મળી રહ્યું છે 27 ટકા અનામત
હાલમાં ઓબીસી સમુદાયને ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો તથા જાહેર ક્ષેત્રની રોજગારીમાં 27 ટકા અનામત મળી રહ્યું છે તેમાં માતાપિતાની કુલ વાર્ષિક આવક 8 લાખ રુપિયાથી વધારે ન હોય ફક્ત તેવા લોકોને જ અનામતનો લાભ મળે છે. 8 લાખ અને તેનાથી વધારે વાર્ષિક આવક ધરાવનાર વ્યક્તિને ક્રીમિ લેયર તરીકે ગણવામાં આવે છે અને તેને અનામતનો લાભ મળી શકતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.