ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / numerology shani dev blessing and prosperity to these date of birth or mulank

Numerology / આ ત્રણ તારીખોમાં જન્મેલા લોકોને શનિદેવ સાથે હોય છે ગાઢ સંબંધ, જીવનમાં ખૂબ કરે છે કમાણી

Published By: Vikram Mehta

Last Updated: 08:33 AM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનવામાં આવે છે કે, રાશિની જેમ મૂળાંકનો પણ ગ્રહ સાથે સંબંધ હોય છે. મૂળાંક 8 ધરાવતા લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. સફળતા પ્રાપ્ત કર્યા પછી જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે.

ADVERTISEMENT

  • જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓનું વર્ણન
  • રાશિની જેમ મૂળાંકનો પણ ગ્રહ સાથે સંબંધ
  • આ મૂળાંક ધરાવતા લોકો પર શનિદેવની વિશેષ કૃપા

જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે, રાશિની જેમ મૂળાંકનો પણ ગ્રહ સાથે સંબંધ હોય છે. જન્મતારીખને ઈકાઈ અંક સાથે જોડવાથી જે સંખ્યા આવે તેને મૂળાંક કહેવામાં આવે છે. જન્મતારીખ, મહિનો અને વર્ષને ઈકાઈ અંક સુધી જોડો પછી જે સંખ્યા આવે તેને ભાગ્યાંક કહેવામાં આવે છે. અંક જ્યોતિષ અનુસાર મૂળાંક 8 ધરાવતા લોકોના સ્વામી શનિદેવ છે. જેથી મૂળાંક 8 ધરાવતા લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. સફળતા પ્રાપ્ત કર્યા પછી જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે. 

મૂળાંક 8ના જાતકોની વિશેષતા-
8, 17 અને 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે. આ મૂળાંક ધરાવતા લોકોનું વ્યક્તિત્ત્વ ખૂબ જ આકર્ષક હોય છે. આ તારીખે જન્મેલા લોકો પીછેહઠ કરતા નથી અને વાત રજૂ કરવામાં ખૂબ જ સંકોચ થતો હોય છે. જેના કારણે તેમણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

જન્મતારીખ 8- 
8 તારીખે જન્મેલા લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે. તેમની વાતો શેર કરતા નથી અને તેમને સમજવા ખૂબ જ કઠિન હોય છે. પડકારનો ડર્યા વગર સામનો કરે છે અને સફળતા મેળવવા માટે તમામ સંભવ કોશિશ કરે છે. કોઈપણ કામ અધૂરું મુકતા નથી. સરળતાથી વિશ્વાસ જીતી લે છે અને લાગણીશીલ હોવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

જન્મતારીખ 17-
17 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે અને તેમના પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. અંક જ્યોતિષ અનુસાર આ વ્યક્તિઓ વિચારો બાબતે ખૂબ જ સ્પષ્ટતા ધરાવે છે. કામ કરવામાં ખૂબ જ ધીમા હોય છે, પરંતુ જવાબદારી લેવામાં સંકોચ કરતા નથી. 17 તારીખે જન્મેલા લોકોને ફરવું ખૂબ જ ગમે છે. 

વધુ વાંચો: તમારા આવનારા સાત દિવસ કેવા રહેશે, ગ્રહોની દિશા બદલાતા આ રાશિનાં જાતકોનાં જીવનમાં આવશે મોટો ફેરફાર

જન્મતારીખ 26-
26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે અને ધીરજ હોતી નથી, જેના કારણે તેમણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નાણાંકીય બાબતે ખૂબ જ લકી હોય છે. સમજી વિચારીને ખર્ચો કરતા હોય છે. મેનેજમેન્ટ સ્કિલ ખૂબ જ સારી હોય છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Numerology ank jyotish ank shashtra future prediction mulank 8 અંક જ્યોતિષ અંક શાસ્ત્ર જન્મતારીખ પરથી ભવિષ્ય મૂળાંક 8 numerology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ