બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Nude photos of professor girl and 3 arrested in suicide case

તપાસ / પ્રોફેસર યુવતીના ન્યૂડ ફોટા અને આપઘાત કેસમાં 3 ઝડપાયા, બિહારમાં 5 દિવસ વેશ પલટો કરી સુરત પોલીસે આ રીતે પાર પાડ્યું ઓપરેશન

Vishal Khamar

Last Updated: 06:57 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની મહિલા પ્રોફેસર આપઘાત કેસમાં પોલીસે બિહારથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે આરોપીઓ મહિલા પ્રોફેસરને બ્લેકમેલ કરતા હોઈ યુવતિએ આપઘાત કર્યો હતો.

  • સુરતની મહિલા  પ્રોફેસરનાં આપઘાતનો મામલો
  • આરોપીઓ ફોટા વાયરલ કરવાની આપતા હતા ધમકી
  • સુરત પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

 સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી યુવતીના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા મહિલાએ આપઘાત કરી લીધો હતો. જો કે આ મામલે સુરત પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા કેટલાક વ્યક્તિઓ બ્લેકમેલ કરતા હોવાનું સામે આવ્યું હતું. જોકે આરોપીઓ બિહાર અને ઝારખંડની બોર્ડર ઉપર રહેતા હોવાને લઈને પોલીસે પાંચ દિવસ સુધી વોચ કરી વેશ પલ્ટો કર્યા બાદ આરોપીઓને જીવના જોખમે ઝડપી પાડ્યા હતા. ત્યારે આરોપીઓને સુરત લાવી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

પ્રોફેસર યુવતીને કેટલાક લોકો બ્લેકમેલ કરતા હોવાનું સામે આવ્યું હતું
પોલીસ આમ તો પૈસા લેવાના અથવા તોડ કરવાના મામલે ચર્ચામાં આવતી હોય છે. પણ સુરત પોલીસ એક એવી કામગીરીને લઈને ચર્ચામાં આવી છે જેને લઇ પોલીસની કામગીરી પર તમામ લોકોને ગર્વ થશે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી સેજલ પરમારે થોડા દિવસ પહેલા જ સુરતના ઉતરાણ વિસ્તારમાં ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જો કે આપઘાતને લઈ તેના પરિવારે તેના સાસરી પક્ષ પર આક્ષેપો કરતા આ ગુનો સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ તપાસ શરૂ થઈ ત્યારે ખબર પડી હતી કે આ પ્રોફેસર યુવતીના ફોટા મેળવીને કેટલાક લોકો તેને બ્લેકમેલ કરતા હતા જેને લઈને આ યુવતીએ આપઘાત કરી દીધો હતો. જો કે પોલીસે આ મામલે તપાસ કરતા આરોપીઓની ઓળખ થઈ હતી. અને તે બિહારના હોવાને લઈ પોલીસની એક ટીમ જઈ બિહાર પહોંચી આરોપીઓને ઝડપી લાવી સુરત તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આરોપીઓ જંગલ વિસ્તારમાં બેસી ગુનોને અંજામ આપતા
જોકે સુરતની રાંદેર પોલીસને આરોપીઓની વિગત મળતાની સાથે સુરત પોલીસના ચાર જવાનો સૌ પ્રથમ બિહાર અને ઝારખંડની બોર્ડર પર પહોંચ્યા હતા. આ વિસ્તારમાં ફોરવીલર લઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ ન હોવાને લઈને આ કર્મચારીઓએ રીક્ષા લીધી અને રિક્ષામાં વેશ પલટો કરી આરોપીઓની વિગત મેળવી હતી આરોપીઓ જંગલ વિસ્તારમાં બેસીને આ પ્રકારનું સાયબર ફ્રોડ કરતા હતા.

આરોપીઓને બિહારથી ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યા
સુરત રાંદેરના પોલીસ જવાનોએ તમામ વિગત રાંદેર પોલીસ સ્ટેશનના અતુલ સોનારાને આપતા તેઓ તાત્કાલિક બિહાર જવા રવાના થયા હતા અને પોતાની ટીમ સાથે રહી વેશપલટો કર્યા બાદ આરોપીઓ એક જગ્યા પર સ્થિર થાય તેની રાહ જોવાતી હતી. ત્યારે પાંચ દિવસની મહેનત બાદ આરોપીયાને પકડવામાં સફળતા મળી હતી. પોલીસ જ્યારે આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપીના સગા સંબંધીઓ પોલીસનો ઘેરાવ કર્યો હતો પણ સ્થાનિક પોલીસની મદદથી ત્રણ જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. સુરત પોલીસે ત્રણ દિવસ સુધી  ખાધા પીધા વગર અને કોઈ ગુજરાતી છે તેવું ન જાણી જાય તેને લઈને તે લોકો અંદરો અંદર વાત કરવા માટે પણ whatsapp નો ઉપયોગ કરતા હતા અને આખરે મહેનત રંગ લાવી અને આરોપીઓને ઝડપી પાડી બિહાર પોલીસની મદદથી તેમને સુરત લાવવામાં આવ્યા હતા.

કેસનાં આરોપીઓ ઝડપાઈ જતા સેજલને ન્યાય મળ્યોઃ પીઆઇ
જોકે સુરત પોલીસ માટે પણ આ ઓપરેશન ખૂબ જ મહત્વનું હતું કારણ કે સેનસીટીવ કેસ સાથે નક્સલવાદી વિસ્તારમાં જઈ આરોપીઓને શોધવા અને તેમને લઈ આવવું એ સુરત પોલીસ માટે ચેલેન્જ રૂપ હતું. ત્યારે સુરત પોલીસે આ ચેલેન્જને ખૂબ સુંદર રીતે પાર પાડી હતી.આ બાબતે રાંદેર પીઆઇ અતુલ સોનારાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આ કેસમાં સૌથી વધારે મહેનત કરવી પડી હતી અને જિંદગીનો યાદગાર પ્રસંગ બની ગયો છે. ત્યારે પોલીસે પોતાના જીવના જોખમે આરોપીઓને પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે આરોપીઓ આજ પ્રકારે લોકોને દેશભરમાં ન્યુટ ફોટા મોકલી બ્લેકમેલ કરી તેમની પાસે પૈસા પડાવતા હોવાની વિગતો પણ સામે આવી છે. સેજલ નામની યુવતીને ન્યાય મળ્યો. આખરે આ કેસ સોલ થતા તમામ કર્મચારીઓને પોલીસ કમિશનર દ્વારા અભિનંદન પણ આપવામાં આવ્યા હતા.

સુરત પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે બિહાર પહોંચી બિહારમાં રહેતા લોકોનો જેવો વેસ્ટ પલટો કરી ત્રણ દિવસ રોકાઈ હતી.  જોકે પોલીસ કર્મચારીઓ પહેલા ત્રણ દિવસની રેકી કર્યા બાદ પોતાના અધિકારીને જાણ કરી અને અધિકારી આવ્યા બાદ બે દિવસ એમ ટોટલ પાંચ દિવસમાં ઓપરેશન પાર પાડ્યું હતું. કહી શકાય કે ઓપરેશન બિહાર સુરત પોલીસ માટે ગર્વ લેવા જેવી વાત સાથે વગર અત્યારે નકસરી જોવા વિસ્તારમાં આરોપીઓને પકડવામાં તેમને ખૂબ જ મહેનત અને આરોપી પકડાયા બાદ ખૂબ જ આત્મ સંતોષ મળી રહ્યો છે કહી શકાય કે ગુજરાત પોલીસનું સૂત્ર છે એ સૂત્ર સુરતની રાંદેર પોલીસ છે અહીંયા સ્થાપક કરી બતાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ