બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 07:54 AM, 19 June 2025
અમેરિકામાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે જણાવ્યું કે હવે વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા અરજી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ-વિદ્યાર્થીના વિઝા અરજી પ્રક્રિયા કોરોના મહામારીને કારણે સ્થગિત કરવામાં આવી હતી, જે હવે ફરી ચાલુ કરવામાં આવી છે. જોકે, આ વખતે વિદ્યાર્થીઓ માટે વિઝા મેળવવા માટે એક નવી અને મહત્વપૂર્ણ શરત મૂકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે વિઝા માટે અરજી કરનારા દરેક વિદ્યાર્થીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને પ્રોફાઇલની માહિતી જાહેર કરવી ફરજિયાત રહેશે. વિભાગના જણાવ્યા પ્રમાણે, કોન્સ્યુલર અધિકારીઓ અરજદારોના સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને સંદેશાઓનું સાવધાનીપૂર્વક મૂલ્યાંકન કરશે. ખાસ કરીને એ વાત તપાસવામાં આવશે કે ક્યાંક અરજી કરનાર વ્યક્તિએ અમેરિકા, તેની સરકાર, સંસ્કૃતિ કે કાયદા વિરુદ્ધ કંઈક પોસ્ટ કે કમેન્ટ તો નથી કર્યું ને?
ADVERTISEMENT
વિભાગે આ પણ જણાવી દીધું છે કે જે વિદ્યાર્થી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની માહિતી આપવાનો ઈન્કાર કરે છે અથવા ચકાસણી માટે મંજૂરી આપતા નથી, તેની વિઝા અરજી નકારી શકાય છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જો કોઈ ઉમેદવાર આ માહિતી છુપાવવા પ્રયાસ કરે છે તો તે શંકાજનક માનવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નવા આદેશ મુજબ દરેક વિદેશી વિદ્યાર્થી અથવા વિનિમય કાર્યક્રમના અરજદારોની સંપૂર્ણ અને વ્યાપક તપાસ કરાશે. વિઝા આપતા પહેલા કોન્સ્યુલર અધિકારીઓ અરજદારના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખશે કશું કોઇ તેનાથી સંબંધિત ખોટું કે નુકસાનકારક નથી.
આ પણ વાંચો : ટ્રમ્પ સરકારની ICE ટીમ ફરી લાગી કામે, હોટેલ, રેસ્ટોરન્ટમાં રેડ પાડવાની કરી શરૂ
ADVERTISEMENT
વિભાગ દ્વારા કોન્સ્યુલેટ અધિકારીઓને મોકલવામાં આવેલા આંતરિક આદેશમાં પણ ખાસ ધ્યાન રાખવા કહ્યું છે કે કોઈ અરજદાર એવુ કઈ પોસ્ટ કે માહિતી શેર કરતો ના હોય કે જે US અથવા તેની સંસ્કૃતિ વિરુદ્ધ જાય. નવા નિયમો સાથે-student visa મળવો હવે વધુ કડક ચકાસણીની પ્રક્રિયા પછી જ શક્ય બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.