બ્રેકિંગ ન્યુઝ
Priyankka Triveddi
Last Updated: 02:35 PM, 18 June 2025
ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છેલ્લા થોડા સમયથી કડક વલણ અપનાવી રહી છે. આ કોઈપણ રીતે ડિપોર્ટેશનનો આંકડો વધારવા ઈછતી હોય તે પ્રકારનું વલણ સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં લોસ એન્જેલસમાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સની ધરપકડના વિરોધમાં હિંસક પ્રદર્શનો થયા હતા. દરમિયાનમાં કેટલાક ઈન્ડસ્ટ્રી લીડર્સે ટ્રમ્પ સરકારની ઈલીગલ ઈમિગ્રન્ટ્સ સામેની આક્રમક કાર્યવાહી સામે ચિંતા વ્યક્ત કર્યા પછી ગત સપ્તાહે ICEએ વર્ક પ્લેસ પર રેડ પાડવાનું બંધ કરી દીધું હતું. જોકે હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પકડવા માટે ICEના એજન્ટ્સને હોટલ, રેસ્ટોરન્ટ અને ફાર્મ પર ફરીથી રેડ પાડવાનું શરૂ કરવા આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
ગુનેગારોને શરણ આપનારને છોડવામાં આવશે નહીં
આ અંગે વાત કરતાં DHSના પબ્લીક અફેર્સના આસિસ્ટન્ટ સેક્રેટરીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટે સ્પષ્ટ કહ્યું છે કે હિંસક ગુનેગારોને સાથ આપનારી કે શરણ આપનારી કે પછી ICE ના કામમાં અવરોધ ઊભા કરનારી એકપણ ઇન્ડસ્ટ્રીને છોડવામાં આવશે નહીં. આક્રમક ઈમિગ્રેશન નીતિના કારણે અમેરિકાના ફાર્મર્સ અને હોટલ તેમજ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ વર્કર્સની અછત ઊભી થવાની વ્યક્ત કરેલી ચિંતા અંગે ટ્રમ્પે કહ્યું હતું કે ખેડૂતોનું ચોક્કસ રક્ષણ કરવું જોઈએ પણ ક્રિમિનલ્સને અમેરિકાની બહાર કરવા પડશે.
ADVERTISEMENT
ટ્રમ્પે કહ્યું હતું કે દરેક સ્થળે તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સૌથી મોટી સમસ્યા ઈનર સિટીઝમાં છે. તેમણે ill-legal ઈમિગ્રન્ટ્સની સમસ્યા માટે પૂર્વ પ્રેસિડન્ટ જો બાઈડન પર નિશાન સાધતા કહ્યું હતું કે
તેમણે આ દેશમાં કેવા-કેવા લોકોને આવવા દીધા છે તે વાતને ક્યારેય ભૂલીશું નહીં. અમેરિકાની ઘણી ઈન્ડસ્ટ્રીઝમાં મોટા પ્રમાણમાં ઈમિગ્રન્ટ્સ કામ કરી રહ્યા છે. કેટલીક ઈન્ડસ્ટ્રી માટે તો ઈમિગ્રન્ટ્સ બેકબોન છે. તેમાંથી ઘણા અનડોક્યુમેન્ટેડ છે. જ્યારે કેટલાક ટેમ્પરરી હ્યુમેનિટેરિયન પ્રોગ્રામ પર છે.
ADVERTISEMENT
જોકે ટ્રમ્પનું માનવું છે કે ગેરકાયદે ઈમિગ્રેશનના કારણે અમેરિકામાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે.
સાસંદો એ વ્યક્તત કર્યો વિરોધ
ADVERTISEMENT
ICE પર રોજના 3000 માઈગ્રન્ટ્સને પકડવાનો ટાર્ગેટ પૂરો કરવાનું ભારે દબાણ છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ વધુ 2 બિલિયન ડોલરનું ફંડ માગ્યું છે. ટ્રમ્પ સરકાર પણ કોંગ્રેસ પર 'બિગ, બ્યુટિફુલ બિલ' પસાર કરવા દબાણ કરી રહી છે. કેમકે આ બિલ પસાર થાય તો ICEને આગામી પાંચ વર્ષમાં વધારાના 75 બિલિયન ડોલર મળશે. જોકે DHS દ્વારા ઈમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહીમાં કરાઈ રહેલા વધારે પડતા ખર્ચ સામે ઘણા સાંસદોએ વિરોધ વ્યક્ત કર્યો છે.
વધુ વાંચો: તમારા દીકરા-દીકરીઓ પણ અમેરિકામાં ભણે છે? તો માથે આવીને પડ્યું મોટું ધર્મ સંકટ
ADVERTISEMENT
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો આંક વધ્યો
ADVERTISEMENT
ટ્રમ્પના બે ટોચના ઈમિગ્રેશન સલાહકાર સ્ટીફન મિલર અને ટોમ હોમન વર્કસાઈટ પરથી ઈમિગ્રેશન અરેસ્ટ વધારવાની વાત કરી ચૂક્યા છે. ગત સપ્તાહે ICEએ નેબ્રાસ્કા સ્ટેટની ઓમાહા સિટીના એક મીટ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી 70થી વધુ માઈગ્રન્ટ્સની ધરપકડ કરી હતી. જે નેબ્રાસ્કા સ્ટેટમાં એજન્સીનું આ પ્રકારનું સૌથી મોટું ઓપરેશન હતું. તાજેતરના સપ્તાહોમાં ICE દ્વારા કરાતી ધરપકડોનો આંકડો વધ્યો છે. જે ટ્રમ્પ 2.0ના પહેલા 100 દિવસમાં 660 હતો તે જૂનમાં વધીને 1,200એ પહોંચી ગયો છે. લોસ એન્જેલસ જેવા મોટા શહેરોમાં અન્ય ફેડરલ એજન્સીઓની સાથે મળી ICEએ ઓપરેશન્સ વધારી દીધા હોવાથી ઈમિગ્રન્ટ્સની ધરપકડોનો આંકડો વધ્યો છે. જોકે ICE હજુ તેને અપાયેલા રોજના 3,000 ધરપકડોના ટાર્ગેટથી ઘણું પાછળ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.