બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / તમારા દીકરા-દીકરીઓ પણ અમેરિકામાં ભણે છે? તો માથે આવીને પડ્યું મોટું ધર્મ સંકટ

NRI ન્યૂઝ / તમારા દીકરા-દીકરીઓ પણ અમેરિકામાં ભણે છે? તો માથે આવીને પડ્યું મોટું ધર્મ સંકટ

Priyankka Triveddi

Last Updated: 03:20 PM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ઘણા ઈન્ડિયન સ્ટુડન્ટ્સ સામે ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે. આ ઈન્ડિયન સ્ટુડન્ટ્સને તેમનું એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ સાબિત કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી હતી. જેના લીધે હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે

અમેરિકામાં રહેતા ઈન્ડિયન સ્ટુડન્ટ્સને ICE દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમને 15 દિવસમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું. અને જો તે જવાબ ના આપે તો તેમના વિઝા તાત્કાલિક કેન્સલ કરી દેવાનું જોખમ છે. જોકે ડિપોર્ટેશનના ડરના કારણે તેમણે નોટિસનો જવાબ આપ્યો ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને લીધે હવે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ સ્ટુડન્ટ્સે સ્વીકાર્યું છે કે તે હાલમાં કોઈ ઓથોરાઈઝ્ડ એમ્પ્લોયમેન્ટમાં જોડાયેલા નથી જેના કારણે હવે તેમને ડિપોર્ટ કરવાની શક્યતા વધી ગઈ છે.

60 દિવસની છૂટ

અમેરિકામાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે OPT અથવા તો STEM OPT પ્રોગ્રામ હેઠળ એમ્પ્લોયમેન્ટ જે વિધ્યાર્થીઓને મળ્યું ના હોય કે પછી તેની જાણ ના કરી હોય તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અને આ ઘટના નિર્ધારીત સમયગાળાથી વધારે સમય થઈ ગયો હોવાના કારણે બની છે. F-1 વિઝા ધરાવતા સ્ટુડન્ટ્સને નિયમિત રીતે OPT દરમિયાન કુલ 90 દિવસના અનએમ્પ્લોયમેન્ટ અને STEM એક્સટેન્શનલ હેઠળ સ્ટુડન્ટ્સને વધારાના 60 દિવસની છૂટ આપવામાં આવે છે. જો આ ગાળામાં સ્ટુડન્ટ્સ SEVISમાં પોતાના એમ્પ્લોયમેન્ટની વિગતો અડેટ ન કરે તો તેને વિઝા નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવે છે.

15 દિવસમાં એમ્પ્લોયરનો લેટર

આ અંગે વાત કરતાં ટેક્સસ સ્થિત 26 વર્ષીય ટેક ગ્રેજ્યુએટે જણાવ્યું હતું કે ICE દ્વારા તેને 15 દિવસમાં તેના એમ્પ્લોયરનો લેટર, પેરોલનું પ્રૂફ તથા અપડેટેડ I-983 ફોર્મ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. નોટિસ મળતા જ આ સ્ટુડન્ટ ડરી ગયો હતો કેમ કે તેની પાસે કોઈ જોબ ન હતી. તેણે ઘણી જગ્યાએ એપ્લાય કર્યું હતું પરંતુ તેને કોઈ જગ્યાએ જોબ મળી ન હતી. તે વચ્ચે આ નોટિસના કારણે તેને તેના ભવિષ્યને લઈને વધુ ચિંતાઓ સતાવી રહી છે.

students-new-logo

ડિપોર્ટ કરવામાં આવશે

જે ઈન્ડિયન સ્ટુડન્ટ્સને નોટિસ મળી છે અને જેમણે તેનો જવાબ નથી આપ્યો તેમના SEVIS રેકોર્ડ ટર્મિનેટ થઈ શકે છે. જેનો અર્થ એ છે કે તે તાત્કાલિક પોતાનું લીગલ સ્ટેટસ ગુમાવી દેશે. અને તેમના ડિપોર્ટેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે. મોટા ભાગના સ્ટુડન્ટ્સ માટે ડિપોર્ટેશન ફક્ત ઈમિગ્રેશનનો મુદ્દો નથી પરંતુ આર્થિક નુકસાનનો પણ છે. અભ્યાસ માટે અમેરિકા જવા મોટા ભાગના વિદ્યાર્થીઓ લોન લેતા હોય છે અને જો તેમને ડિપોર્ટ કરી દેવામાં આવે તો તેમણે લીધેલી લોન કેવી રીતે ભરપાઈ કરવી તે મોટો પ્રશ્ન બની શકે છે.

એટલાન્ટામાંથી ડેટા એનિલિટિક્સમાં ગ્રેજ્યુએશન કરનારા એક સ્ટુડન્ટે કહ્યું હતું કે તે ગેરકાયદે રીતે અમેરિકામાં રહેવા ઈચ્છતો નથી. પરંતુ જો તે ઈન્ડિયા પરત ફરશે તો તેને મોટો આર્થિક ફટકો પડશે. કેમ કે તેના પિતાએ તેને અમેરિકા મોકલવા માટે ઘર પર લોન લીધી છે. જો તે અત્યારે અમેરિકા છોડીને ભારત આવતો રહેશે તો આ લોન કેવી રીતે ચૂકવવી તેનું ટેન્શન તેને થઈ રહ્યું છે. એક ઈન્ડિયન સ્ટુડન્ટે જણાવ્યું હતું કે તેણે ICEની નોટિસનો જવાબ આપવાનું ટાળ્યું છે. કેમ કે જો તે અનએમ્પ્લોયમેન્ટની જાણ કરશે તો તેને ઝડપથી ડિપોર્ટ કરવામાં આવી શકે છે.

વધુ વાંચો: અમેરિકા બાદ વધુ એક દેશમાં ભારતીય મૂળની વ્યક્તિ સાથે બળજબરી, નિપજ્યું મોત

Vtv App Promotion

આ અંગે ઈમિગ્રેશન એક્સપર્ટ્સ અસરગ્રસ્ત સ્ટુડન્ટ્સને વોર્નિંગ આપવાની સાથે સલાહ આપી રહ્યા છે કે નોટિસનો જવાબ ન આપવાના કારણે તેમનો કેસ વધુ ખરાબ થઈ શકે છે. ડલ્લાસ સ્થિત ઈમિગ્રેશન સલાહકાર રવિ લોથુમલાએ જણાવ્યું હતું કે જવાબ ન આપવાનો અર્થ ગુનો અથવા વિઝાના નિયમોનું પાલન ન કરવાની કબૂલાત તરીકે અર્થઘટન કરી શકાય છે. યોગ્ય રસ્તો એ છે કે પ્રામાણિકપણે જવાબ આપવો અને શક્ય હોય તો રિઈન્સ્ટેટમેન્ટ મેળવવું. પરંતુ ઘણા સ્ટુડન્ટ્સને ખબર પણ નથી હોતી કે તેમની પાસે તે વિકલ્પ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Students in US Employment Status Deportation
Priyankka Triveddi
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ