બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / અમેરિકા બાદ વધુ એક દેશમાં ભારતીય મૂળની વ્યક્તિ સાથે બળજબરી, નિપજ્યું મોત

NRI ન્યૂઝ / અમેરિકા બાદ વધુ એક દેશમાં ભારતીય મૂળની વ્યક્તિ સાથે બળજબરી, નિપજ્યું મોત

Priyankka Triveddi

Last Updated: 01:13 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના એડિલેડમાંથી એક મોટી ઘટના સામે આવી છે જેમાં એક ભારતીય મૂળના વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હોવાની વાત સામે આવી છે. ત્યારે ચાલો જાણીએ કે શું છે આ સમગ્ર મામલો.

ઓસ્ટ્રેલિયાના એડિલેડના રોયસ્ટન પાર્કમાં પોલીસ સાથેના સંઘર્ષ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય મૂળના 42 વર્ષના ગૌરવ કુંદીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સામે આવતી વિગત મુજબ 29 મે ના રોજ ઓસ્ટ્રલિયન પોલીસ દ્વારા ગૌરવની ધરપકડ કરવા માટે તેને જમીન પર પાડીને તેની સાથે બળજબરી કરવામાં આવી હતી. તેને ગાળાના ભાગેથી પગથી દબાઈ રાખવા જતાં તે બેભાન થઈ ગયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો તે દરમિયાન તે કોમમાં સારી પડ્યો હતો. હોસ્પિટલમાં 2 અઠવાડિયા સુધી તે કોમામાં રહ્યો અને અંતે બે સપ્તાહ પછી જૂન 13 શુક્રવારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું.

ઘટનાનો વીડિયો કર્યો રેકોર્ડ

ગૌરવની ધરપકડ કરવા માટે પોલીસ જ્યારે તેના પર બળજબરી કરી રહી હતી તે વખતે તેની પત્ની અમૃતપાલ કૌરે આ તે ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં ગૌરવ પોતાને નિર્દોષ કહી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં તે પોતાના બચાવ માટે બૂમો પણ પાડી રહ્યો છે. અમૃતપાલે પણ ગૌરવને છોડી દેવા પોલીસને વિનંતી કરી હતી. પરંતુ પોલીસે બંનેમાંથી કોઈની વાત સાંભળી ન હતી.

અમૃતપાલ કૌરે આરોપ લગાવ્યો હતો કે એક પોલીસ અધિકારીએ ગૌરવની ગરદન ઘૂંટણથી દબાવી રાખી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસ સાથે હાથાપાઈ દરમિયાન ગૌરવનું માથું પોલીસની કાર સાથે અથડાયું હતું. જોકે અમતૃપાલ ગભરાઈ જતાં તે આ ઘટનાને રેકોર્ડ કરી શકી નથી તેમ જણાવ્યું હતું.

પોલીસે નકાર્યા આરોપો

સાઉથ ઓસ્ટ્રેલિયાની પોલીસે શુક્રવારે એક સ્ટેટમેન્ટમાં આ આરોપોને નકારી દીધા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે ઈન્વેસ્ટિગેટર્સ દ્વારા બોડીકેમ ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને તેમાં ગૌરવની ગરદન પર પોલીસ અધિકારીએ તેની ગરદન પર ઘૂંટણ રાખ્યાની કે તેનું માથું પોલીસની કાર કે રોડ સાથે જબરજસ્તી દબાવી રાખવામાં આવ્યું હોવાની કોઈ વાત સામે આવી નથી. અધિકારીઓએ કહ્યું હતું કે ગૌરવે કથિત રીતે પોલીસ સાથે ઘર્ષણ દરમિયાન ધરપકડનો હિંસક વિરોધ કર્યો હતો. સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે મેજર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ આ મામલાની તપાસ પોલીસ કસ્ટડીમાં મોતના રૂપમાં કરી રહી છે અને સ્ટેટ કોરોનર, ડિરેક્ટર ઓફ પબ્લીક પ્રોસિક્યુશન્સ (DPP) અને ઓફિસ ફોર પબ્લીક ઈન્ટ્રીગ્રિટી (OPI) સ્વતંત્ર રીતે ઈન્વેસ્ટિગેશન પર નજર રાખશે.

વધુ વાંચો: ઓછી ફીમાં વિદેશમાં MBAનો અભ્યાસ કરવો છે ? આ છે અમેરિકાની 5 સૌથી સસ્તી યુનિવર્સિટીઓ

vtv app promotion

ગૌરવની પત્ની અમૃતપાલે જણાવ્યું હતું કે ઘટનાના દિવસે ગૌરવ નશામાં હતો અને જાહેરમાં જોર-જોરથી બોલી રહ્યો હતો. એ સમયે અમૃતપાલ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે પોલીસની કાર ત્યાંથી નીકળી હતી અને તેણે આ મામલો ડોમેસ્ટિક વાયોલન્સનો સમજી લીધો હતો અને ગૌરવની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને આ ઘટના બની હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian died in Australia South Australia Police News Gaurav Kundi death news
Priyankka Triveddi
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ