બ્રેકિંગ ન્યુઝ
Priykant Shrimali
Last Updated: 09:44 AM, 14 June 2025
Cheapest Universities for MBA in America : ગુજરાત સહિત મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરવા જાય છે. જો તમારું સ્વપ્ન વિદેશમાં MBA માટે અભ્યાસ કરવાનું છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ આર્ટીકલમાં તમારા માટે અમેરિકાની પાંચ એવી યુનિવર્સિટીઓના નામ છે કે, જેની ફી ખૂબ ઓછી છે. વિદ્યાર્થીઓ આ કોલેજોમાં પ્રવેશ લઈ શકે છે અને ઓછી ફી સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે
ADVERTISEMENT
માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) ડિગ્રી હજુ પણ સૌથી વધુ માંગણી કરતી અને પ્રતિષ્ઠિત ડિગ્રીઓમાંની એક છે. જો આપણે અમેરિકાથી MBA કરવાની વાત કરીએ તો સેલ્મા યુનિવર્સિટી અહીંની સૌથી સસ્તી સંસ્થા છે. અહીં MBA કોર્સની ફી 4,800 ડોલર એટલે કે લગભગ 4.13 લાખ રૂપિયા છે. આ ફી 36 ક્રેડિટ કલાક માટે છે. આ પ્રોગ્રામમાં 24 કલાક MBA કોર કોર્સના છે, જેમાં સાયબર સિક્યુરિટી મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજી, કાનૂની મુદ્દાઓ અને નીતિશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. તે જ સમયે બાકીના 12 કલાકનો કોર્સ MBA કોર્સનો હશે.
ADVERTISEMENT
આ યાદીમાં બીજું નામ સાઉથવેસ્ટર્ન ઓક્લાહોમા સ્ટેટ યુનિવર્સિટીનું છે. અહીં 33-ક્રેડિટ કલાકનો કાર્યક્રમ છે. આ કોર્સની ફી પ્રતિ સેમેસ્ટર કલાક US $ 293.72 છે. આ રીતે સમગ્ર કાર્યક્રમની ટ્યુશન ફી US $ 9,692.76 એટલે કે લગભગ 8.34 લાખ રૂપિયા છે.
સસ્તી યુનિવર્સિટીઓની યાદીમાં ત્રીજું નામ રિફોર્મ્ડ યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયા છે. વિદ્યાર્થીઓ અહીંથી પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. અહીં 36-ક્રેડિટ કલાકના MBA પ્રોગ્રામ માટે ટ્યુશન ફી US $15,480 છે જે લગભગ 13.33 લાખ રૂપિયા છે.
ADVERTISEMENT
આ યાદીમાં ઇલિનોઇસની ક્વિન્સી યુનિવર્સિટી ચોથા નંબરે છે. વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કરી શકે છે. અહીં MBA ની ફી 16,500 યુએસ ડોલર એટલે કે અંદાજે 14.21 લાખ રૂપિયા છે. યુનિવર્સિટીમાં MBA માટે કુલ 4 વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં જનરલ MBA, ઓપરેશન્સ મેનેજમેન્ટ, ઓર્ગેનાઇઝેશનલ લીડરશીપ અને હેલ્થ કેર એડમિનિસ્ટ્રેશનનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
પરડ્યુ યુનિવર્સિટી MBA માટે પણ શ્રેષ્ઠ છે. આ યુનિવર્સિટીમાં 36 થી 40 ક્રેડિટ કલાકના એમબીએ પ્રોગ્રામની ફી 23,715.90યુએસ ડોલર એટલે કે આશરે 20 લાખ રૂપિયા છે. ઉપરોક્ત નામોમાં આ સૌથી મોંઘી છે. ભારતીય વિદ્યાર્થીઓ પણ અહીં આવીને અભ્યાસ કરવાનું પસંદ કરે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.