બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / માનો કે ભારતીય વિદ્યાર્થીની અમેરિકામાં કરાઇ ધરપકડ, તો તેવી સ્થિતિમાં શું કરશો? જાણો અધિકાર
Priyankka Triveddi
Last Updated: 10:35 AM, 11 June 2025
International Students Rights in USA:
ADVERTISEMENT
અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર અમેરિકન અધિકારીઓ દ્વારા એક ભારતીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી . આ દરમિયાન વિદ્યાર્થી કહેતો રહ્યો કે તે પાગલ નથી પરંતુ તેને પાગલ સાબિત કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થી સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો અને જમીન પર સુવડાવીને તેના હાથમાં હાથકડી પહેરાવવામાં આવી હતી. આ ભારતીય વિદ્યાર્થી રડતો રહ્યો પણ તેનું કોઈએ સાંભળ્યું નહીં. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેના પછી લોકોએ અમેરિકાની ટીકા કરી છે. કેટલાક લોકોએ અમેરિકા ન જવાની સલાહ પણ આપી છે.
આ તો એક વિદ્યાર્થીની વાત છે. પણ આવ્યા બીજા હજારો અન્ય ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે. કે પછી અમેરિકા જઈને અભ્યાસ કરવાની ઈચ્છા રાખે છે. આ સંજોગોમાં સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને કયા અધિકારો મળે છે. જો કોઈપણ કારણસર તેમની ધરપકડ થાય તો તેમણે શું કરવું જોઈએ.
ADVERTISEMENT
જો કે નેવાર્કમાં બનેલી ઘટના અંગે ન્યૂયોર્ક સ્થિત ભારતીય દૂતાવાસે આ બાબતની નોંધ લીધી છે અને કહ્યું છે કે તે સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. આ દરમિયાન અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓના અધિકારો વિશે વાત થઈ રહી છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા જઈ રહેલા વિદ્યાર્થીના અધિકારો શું છે. શું તેની ધરપકડ થઈ શકે છે? ધરપકડના કિસ્સામાં તેણે શું કરવું જોઈએ? ચાલો જાણીએ અને સમજીએ કે વિદ્યાર્થીઓના અધિકારો શું છે.
ADVERTISEMENT
બંધારણ દરેકને લાગુ પડે છે: ઇમિગ્રેશન વકીલ
અમેરિકામાં વિઝા પર અમેરિકા આવતા લોકોની કાનૂની સ્થિતિ કામચલાઉ હોય છે. જેમાં વિદ્યાર્થીઓ અને કામદારો બંનેનો સમાવેશ થાય છે. પરંતુ બધા વિઝા ધારકો યુએસ કાયદા હેઠળ સુરક્ષિત છે.
ADVERTISEMENT
આ અંગે ઇમિગ્રેશન વકીલે કહ્યું "બંધારણ દરેકને લાગુ પડે છે. ડોક્યુમેન્ટ વિનાના લોકોને પણ મૂળભૂત અને બંધારણીય અધિકારો છે. આમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર શામેલ છે. પરંતુ જો વિઝાની શરતોનું ઉલ્લંઘન થાય તો વિઝા રદ કરી શકાય છે."
ADVERTISEMENT
વિદેશી વિદ્યાર્થીઓને કયા અધિકારો છે?
ADVERTISEMENT
જો તમારી ધરપકડ થાય તો શું કરવું?
જો તમારી ધરપકડ થાય તો પ્રતિકાર ન કરો. ભલે તમને લાગે કે તમારી ખોટા કારણોસર ધરપકડ કરવામાં આવી રહી છે. તો પણ તમારે પોલીસ અધિકારી સાથે લડાઈ ન કરવી જોઈએ કે તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ. જો તમારી ધરપકડ થાય તો તમારે સૌથી પહેલા ચૂપ રહેવું જોઈએ અને ચૂપ રહેવાના તમારા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. જો કે પૂછવામાં આવે તો તમે તમારું નામ આપી શકો છો. તમારી પરિસ્થિતિ વિશે પરિવારના સભ્યો અથવા વકીલને ફોન કરીને જાણ કરવાનો તમને અધિકાર છે.
આ પણ વાંચો: US કે UK નહીં, હવે આ દેશ ભારતીય વિદ્યાર્થીઓ માટે બન્યો પહેલી પસંદ, જાણો વિઝા પ્રોસેસ
કોઈપણ ડોક્યુમેન્ટ પર સહી કરતા પહેલા તમને વકીલ સાથે વાત કરવાનો પણ અધિકાર રહેશે. વિદ્યાર્થીઓને સરકારી વકીલ મેળવવાનો પણ અધિકાર છે. જો તમારી ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવે તો તમને સરકાર દ્વારા નિયુક્ત વકીલ મેળવવાનો અધિકાર છે. જો તમારી ધરપકડ કરવામાં આવે તો ફોજદારી વકીલ અને ઇમિગ્રેશન વકીલ બંનેની સલાહ લો જેથી તમને કોર્ટમાંથી જામીન મળે તો પણ તમારા વિઝા રદ ન થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.