બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:42 AM, 6 September 2025
અમેરિકામાં અભ્યાસ કરવું ઘણા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્વપ્ન રહ્યું છે. કારણ એ કે અહીં ડિગ્રી પૂર્ણ કર્યા પછી OPT (Optional Practical Training) દ્વારા કામ કરવાની તક મળે છે. સાથે જ, H-1B વર્ક વિઝા મેળવવાનો વિકલ્પ પણ મળતો હતો. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પછી, આ પ્રક્રિયા મુશ્કેલ બની ગઈ છે. હવે વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં સંઘર્ષ કરવો પડે છે અને H-1B વિઝા મેળવવો પણ અશક્ય બની ગયો છે. આવી પરિસ્થિતિમાં, ઘણા ભારતીયો હવે અમેરિકામાં અભ્યાસ કરવાની ઇચ્છા રાખતા નથી.
ADVERTISEMENT

જ્યાં અમેરિકામાં મુશ્કેલી છે, ત્યાં અન્ય દેશોમાં અભ્યાસ પછી નોકરી માટે સરળતાથી પ્રવેશ મેળવી શકાય છે. ઘણા લોકો કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અભ્યાસ કરવા વિચારતા હોય છે, પરંતુ ત્યાં પણ વર્ક વિઝા મેળવવી મુશ્કેલ બની રહી છે. આવી પરિસ્થિતિમાં, નીચેના 5 દેશ એવા છે જ્યાંથી અભ્યાસ કર્યા પછી સરળતાથી નોકરીની તક મળી શકે છે.
ADVERTISEMENT
સિંગાપુર ટેકનોલોજી, નાણાકીય અને નવિનતા ક્ષેત્ર માટે જાણીતું છે. અહીં વિદેશી વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી લાંબા ગાળાનો વિઝિટ પાસ (LTVP) મેળવવા અરજી કરી શકે છે. આ વિઝા તેમને દેશમાં રહી નોકરી શોધવા અને નોકરી મળતી જ કંપની દ્વારા રોજગાર પાસ માટે અરજી કરવા માટે પરવાનગી આપે છે. સિંગાપુરનું રોજગાર બજાર પણ ખૂબ મજબૂત છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતની નજીક આવેલું મલેશિયા પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સારો વિકલ્પ છે. અહીં ટ્યુશન ફી ઓછી છે, જે વિદ્યાર્થીઓ માટે આકર્ષક છે. મલેશિયામાં પોસ્ટ સ્ટડી વર્ક વિઝા અંગે ખાસ પરવાનગી નથી, પરંતુ અહીંની કંપનીઓ કેમ્પસમાંથી જ વિદ્યાર્થીઓને નોકરીઓ આપે છે, જેના કારણે વર્ક વિઝા સરળતાથી મળી શકે છે. મલેશિયાનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે અને નોકરીઓની કોઈ અછત નથી.

ADVERTISEMENT
યુરોપમાં અભ્યાસ કરવા માટે નેધરલેન્ડ શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં ઘણા અભ્યાસક્રમો અંગ્રેજીમાં શીખવવામાં આવે છે. નેધરલેન્ડ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓને “ઓરિએન્ટેશન વર્ષ” વિઝા આપવામાં આવે છે. આ વિઝા સાથે તેઓ એક વર્ષ સુધી દેશમાં રહી નોકરી શોધી શકે છે અને આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારનું કામ કરી શકે છે. જો નોકરી મળી જાય, તો ઉચ્ચ કૌશલ્ય ધરાવતું સ્થળાંતર પરમિટ મેળવી શકાય છે.
ADVERTISEMENT

ફ્રાન્સ એન્જિનિયરિંગ, બિઝનેસ અને ફેશન ક્ષેત્ર માટે જાણીતું છે. અહીં માસ્ટર્સ અને ડોક્ટરેટ અભ્યાસક્રમો અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. ફ્રાન્સમાં ડિગ્રી પૂર્ણ કરતા વિદેશી વિદ્યાર્થીઓને 12 મહિના માટે “જોબ સર્ચ વિઝા” મળે છે, જેના દ્વારા તેઓ રોજગાર શોધી શકે છે અને આ સમયગાળામાં કોઈપણ પ્રકારનું કામ કરી શકે છે. નોકરી મળતાં જ વર્ક પરમિટ માટે અરજી કરી શકાય છે.

આ પણ વાંચો : અમેરિકા નહીં, હવે આ દેશને સૌથી વધારે પસંદ કરી રહ્યાં છે ભારતીય વિદ્યાર્થીઓ
પોલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ ખૂબ જ સસ્તી કિંમતમાં ઉપલબ્ધ છે અને અહીં અંગ્રેજી ભાષામાં અભ્યાસક્રમોની સંખ્યા વધી રહી છે. પોલેન્ડમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી કામચલાઉ નિવાસ પરવાનગી માટે અરજી કરી શકે છે. જો આ સમયે નોકરી મળી જાય, તો વ્યક્તિ વર્ક પરમિટ મેળવી શકે છે. પોલેન્ડમાં IT, એન્જિનિયરિંગ અને અન્ય ક્ષેત્રોમાં નોકરીઓની ઘણી તક ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.