બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / now WhatsApp admin can delete message for everyone feature release in beta

નવું લોન્ચ / WhatsApp એડમીનને મળશે વધુ પાવર, ગ્રુપનો કોઇપણનો મેસેજ કરી શકશે ડિલીટ

MayurN

Last Updated: 07:24 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવનાર સમયમાં વોટ્સએપ ગ્રુપ એડમિન માટે નવું ફીચર લોન્ચ થવા જી રહ્યું છે ત્યારે હાલ ઘણા બીટા પરીક્ષકો માટે આ ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી કોઇપણ મેસેજ હવે ડીલીટ કરી શકશે.

  • વોટ્સએપ ગ્રુપ એડમિન માટે નવું ફીચર
  • ડિલીટ ફોર એવરીવન મળશે ગ્રુપ એડમીનને 
  • કોઇપણ વ્યક્તિનો મોકલેલ મેસેજ કરી શકશે ડિલીટ

આજકાલ બધાના મોબાઈલમાં તમે વોટ્સએપ હોય જ છે જે પણ વ્યક્તિ સ્માર્ટફોન વાપરે છે તેના મોબાઈલમાં આ ઇન્સ્ટન્ટ મેસેન્જીંગ એપ જોવા મળે છે. લોકો તેમાં ગ્રુપ બનાવીને પણ વાતો કરે છે ત્યારે તેમાં રહેલ એડમીનને હવે વધુ પાવર મળી શકે છે, હકીકતમાં, WABetaInfo ના તાજેતરના અહેવાલ મુજબ, વોટ્સએપ ટૂંક સમયમાં એક સુવિધા બહાર પાડી શકે છે જે ગ્રુપ એડમિનને તમામ સભ્યો માટે કોઈપણ સંદેશને ડિલીટ કરવાની મંજૂરી આપશે. જો કે નોંધનીય બાબત એ છે કે આ સેવા પહેલા ફક્ત કેટલાક બીટા પરીક્ષકો માટે જ ઉપલબ્ધ છે.

બીજાના મેસેજ પણ એડમીન ડિલીટ કરી શકશે
WABetaInfo એ ટ્વીટ કર્યું, "એન્ડ્રોઇડ 2.22.17.12 માટે વોટ્સએપ બીટા: નવું શું છે? વોટ્સએપ એક એવું ફીચર રજૂ કરી રહ્યું છે જે ગ્રુપ એડમિનને દરેક માટે મેસેજ ડિલીટ કરવાની સુવિધા આપશે. તે કેટલાક બીટા પરીક્ષકો માટે ઉપલબ્ધ છે!"

આ રીતે કરો મેસેજ ડિલીટ 
WABetaInfoએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, વોટ્સએપ ગ્રુપ એડમિન માટે એડમિન ડિલીટ નામનું ફીચર સક્ષમ કરવામાં આવી રહ્યું છે, જેથી તેઓ મેસેજિંગ પ્લેટફોર્મ પર પોતાના ગ્રુપ્સને વધુ સારી રીતે ઓપરેટ કરી શકે. જો તમે આ સર્વિસ તમારા વોટ્સએપ એકાઉન્ટ માટે ઇનેબલ છે કે નહીં તેની ચકાસણી કરવા માંગો છો, તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જો તમે ગ્રુપ એડમિન છો અને તમે કોઈ પણ ઇનકમિંગ મેસેજને ડિલીટ કરવાનો પ્રયાસ કરો છો અને તમને ડિલીટ ફોર એવરીવન ફીચર દેખાય છે તો સમજો કે આ સર્વિસ તમારા માટે આપવામાં આવી છે.

માત્ર બીટા પરીક્ષક માટે ઉપલબ્ધ
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે તમે અન્ય ગ્રુપ પાર્ટિસિપન્ટ દ્વારા મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરો છો તો બીજા લોકો તે મેસેજ જોઈ શકે છે, પરંતુ હવે જો એડમિન કોઈ મેસેજ ડિલીટ ફોર એવરીવન કરી દે છે તો તે કોઈને જોવા નહીં મળે. તે જ સમયે, જો આ સુવિધા તમારા એકાઉન્ટ માટે ઉપલબ્ધ કરવામાં આવી નથી, તો ચિંતા કરશો નહીં. ટૂંક સમયમાં જ તે દરેક માટે રોલ આઉટ કરવામાં આવશે. તે હાલમાં કેટલાક બીટા પરીક્ષકો માટે ઉપલબ્ધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Technology WABetainfo WhatsApp New Features beta tester delete message WhatsApp feature
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ