બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Now the money will be credited to the account on the second day of the day you sell the shares

નવી સિસ્ટમ / હવે તમે જે દિવસે શેર વેચશો તેના બીજા દિવસે જ એકાઉન્ટમાં જમા થઈ જશે પૈસા, શરૂ થશે આ સિસ્ટમ

Published By: Ronak

Last Updated: 05:55 PM, 9 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

25 ફેબ્રુઆરી 2022થી તમે શેર વેચશો તેના બીજાજ દિવસે તમારા એકાઉન્ટમાં રૂપિયા આવી જશે તેવી સિસ્ટમ અમલમાં આવવાની છે. જેમા શેરની લે- વેચને વધારવા માટે આ સીસ્ટમને અમલમાં મુકલામાં આવી છે.

  • શેર વેચ્યાના બિજાજ દિવસે જમા થશે એકાઉન્ટમાં રૂપિયા
  • 25 ફેબ્રુઆરીથી સિસ્ટમ આવશે અમલમાં 
  • પહેલા 1 જાન્યુઆરીથી આ સિસ્ટમ અમલમાં આવવાની હતી. 

૨૫ ફેબ્રુઆરીથી શેરબજારમાં સેટલમેન્ટ અંગે T+1 સિસ્ટમ લાગુ પડશે. હકીકતમાં T+1 સેટલમેન્ટ સાઈકલનો અમલ ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી થવાનો હતો, પરંતુ હવે માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેની સમયમર્યાદા લંબાવી દીધી છે અને આ વ્યવસ્થા હવે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૨થી લાગુ પડશે.

બજારમાં શેરની લે-વેચ વધારવા સિસ્ટમ લાવવામાં આવી 

હાલ ઘરેલુ શેરબજારમાં શેરના વેચાણ બાદ ટ્રેડિંગના બે દિવસ પછી (T+૨) વેચનારના એકાઉન્ટમાં નાણાં જમા થાય છે, પરંતુ હવે તેના બદલે શેર વેચ્યાના બીજા દિવસે જ બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા થઈ જશે. આ સિસ્ટમ પાછળનો હેતુ બજારમાં શેરની લે-વેચ વધારવાનો છે.

પ્રથમ તબક્કામાં 100 કંપનીઓ આ સિસ્ટમ લાગુ કરશે 

શેરબજારમાં લેવડદેવડની વ્યવસ્થા બેન્ક અથવા અન્ય સ્થળોથી અલગ હોય છે. સામાન્ય રીતે બેન્ક અથવા અન્ય પેમેન્ટ સિસ્ટમમાં નાણા ટ્રાન્સફર કે લેવડદેવડ થતાં જ ખાતાંમાં જમા થઈ જાય છે, પરંતુ શેરબજારમાં આવું થતું નથી. આથી હવે શેરબજારમાં T+1 સિસ્ટમ લાગુ કરવામાં આવશે. T+1 સિસ્ટમને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં માર્કેટ કેપિટેલાઈઝેશનના આધારે સૌથી નીચલી ૧૦૦ કંપનીઓના શેરમાં આ સિસ્ટમ લાગુ પડશે.

માર્ચ 2022 પછી 500થી વધું સ્ટોક આ સિસ્ટમ હેઠળ લવાશે

ત્યારબાદ માર્ચ, ૨૦૨૨થી નીચેથી ૫૦૦ વધુ સ્ટોકને આ સિસ્ટમ હેઠળ લાવવામાં આવશે. તમામ માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યૂશન્સ (એમઆઈઆઈ) દ્વારા સાથે મળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

25 february 25 ફેબ્રુઆરી new system share market નવી સિસ્ટમ શેર માર્કેટ share market new system

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ