બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Now the kites will be freed from stringing

ઉત્તરાયણ અપડેટ / પતંગ ચગાવવામાં નડતી સૌથી મોટી મુશ્કેલી દૂર! ઉત્તરાયણ પહેલા આવી ગઈ જોરદાર ફીરકી

Priyakant

Last Updated: 01:15 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાયણમાં જેમને દોરી લપેટવામાં કંટાળો આવે છે તેમની માટે એક મોટા સમાચાર, એક બટન દબાવતાની સાથે જ લપેટવાની પળોજણમાંથી મળશે મુક્તિ

  • હવે પતંગરસિકોને દોરી લપેટવામાંથી મળશે મુક્તિ
  • અમદાવાદની માર્કેટમાં આવી ભારતની પ્રથમ ઓટોમેટીક ફિરકી 
  • એક બટન દબાવતાની સાથે જ લપેટવાની પળોજણમાંથી મળશે મુક્તિ
  • રાયપુર દરવાજાની અંબિકા બ્રાંચ ખાતે ઉપલબ્ધ છે ઓટોમેટિક ફિરકી

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જેમાં દરેક જ્ઞાતિ જાતિના લોકો સર્વ ધર્મ સમભાવના મંત્ર સાથે રહીં રહ્યાં છે ત્યારે અનેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણીઓ થતી હોય છે. જેમાં ઉત્તરાયણનો તહેવાર પણ સામેલ છે. જોકે હવે ઉત્તરાયણમાં જેમને દોરી લપેટવામાં કંટાળો આવે છે તેમની માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદની માર્કેટમાં ભારતની પ્રથમ ઓટોમેટીક ફિરકી આવી ગઈ છે. જેમાં એક બટન દબાવતાની સાથે જ લપેટવાની પળોજણમાંથી મુક્તિ મળશે. 

ગુજરાતમાં ઉત્તરાયણનું નામ પડે એટલે પતંગરસિકોના ચહેરા ઉપર એક અલગ જ રોનક આવી જાય છે. ગુજરાતના પતંગરસિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે પતંગરસિકોને દોરી લપેટવામાંથી મુક્તિ મળશે તેનું કારણ છે માર્કેટમાં આવેલી ભારતની પ્રથમ ઓટોમેટીક ફિરકી. આપણે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતી વખતે અનેક વાર ફીરકીમાં દોરી લપેટવાનો કંટાળો આવે છે. જોકે હવે અમદાવાદની બજારમાં ભારતની પ્રથમ ઓટોમેટીક ફિરકી આવી ગઈ છે. 

બેટરી સંચાલીત ફિરકી મચાવી રહીં છે ધૂમ 

અમદાવાદના રાયપુર દરવાજાની અંબિકા બ્રાંચ ખાતે ઉપલબ્ધ આ ઓટોમેટિક ફિરકીનું એક બટન દબાવતાની સાથે જ લપેટવાની પળોજણમાંથી તમને મુક્તિ મળશે. આ બાબતે વેપારીએ જણાવ્યું હતું કે, ઓટોમેટિક ફિરકી માટે છેલ્લા 5 વર્ષથી મહેનત ચાલી રહીં હતી. જોકે હવે બાળકો અને યુવાનોને દોરી લપેટવાની મહેનતમાંથી મુક્તિ મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Makar Sankranti 2023 Uttarayan 2023 ઉત્તરાયણ 2023 ઓટોમેટીક ફિરકી જોરદાર ફીરકી પતંગ બેટરી સંચાલીત ફિરકી Makar Sankranti 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ