બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Now ISRO is going to launch XPoSAT, which will lift the veil on the mysteries of the universe

મિશન XPoSAT / વધુ એક મિશનની તૈયારી: હવે ISRO લૉન્ચ કરવા જઇ રહ્યું છે XPoSAT, જે બ્રહ્માંડના રહસ્યો પરથી ઉઠાવશે પડદો

Megha

Last Updated: 02:36 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

XPoSAT અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે અને તેમના સ્ત્રોતોની તસવીરો લેશે. આ મિશન લગભગ 25 ડિસેમ્બરે લોન્ચ થઈ શકે છે. જેના માટે PSLV રોકેટનો ઉપયોગ કરવામાં આવશે.

  • ISRO હવે નવા લોન્ચિંગની તૈયારી કરી રહ્યું છે
  • XPoSAT મિશન લગભગ 25 ડિસેમ્બરે લોન્ચ થઈ શકે
  • આ માટે PSLV રોકેટનો ઉપયોગ કરવામાં આવશે

ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ લેન્ડીંગ અને આદિત્ય-એલ1નું સફળ લોન્ચિંગ અને ગગનયાનના સફળ ટેસ્ટ લોન્ચ પછી ISRO હવે નવા લોન્ચિંગની તૈયારી કરી રહ્યું છે. એક્સ-રે પોલારિમીટર સેટેલાઇટ એટલે કે XPoSAT મિશન લગભગ 25 ડિસેમ્બર અથવા તેની આસપાસની તારીખે લોન્ચ થઈ શકે છે. આ માટે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) રોકેટનો ઉપયોગ કરવામાં આવશે.

જણાવી દઈએ કે XPoSAT અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે અને તેમના સ્ત્રોતોની તસવીરો લેશે. તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લી, નોન-થર્મલ સુપરનોવા જેવા બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. 

આ ઉપગ્રહને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા એટલે કે લોઅર અર્થ ઓર્બિટમાં 500 થી 700 કિલોમીટરની ઉંચાઈએ તૈનાત કરવામાં આવશે. આ મિશનની શરુઆત ISRO દ્વારા વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી જેનો ખર્ચ 9.50 કરોડ રૂપિયા છે. આ ઉપગ્રહમાં બે પેલોડ છે. પ્રથમ - POLIX અને બીજું - XSPECT. 

પોલિક્સ (POLIX)શું છે? 
પોલિક્સ આ ઉપગ્રહનો મુખ્ય પેલોડ છે. તે રમન રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ અને યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે. 126 કિલો વજનનું આ સાધન અવકાશમાં રહેલા સ્ત્રોતોના ચુંબકીય ક્ષેત્ર, રેડિયેશન, ઇલેક્ટ્રોન વગેરેનો અભ્યાસ કરશે. પોલિક્સ અવકાશમાં 50 સૌથી તેજસ્વી પદાર્થોમાંથી 40નો અભ્યાસ કરશે. 

XSPECT શું છે? 
XSPECT એટલે એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી અને સમય. તે 0.8-15 keV રેન્જના એનર્જી બેન્ડનો અભ્યાસ કરશે. એટલે કે, તે પોલિક્સની શ્રેણી કરતાં નીચા ઉર્જા બેન્ડનો અભ્યાસ કરશે. તે પલ્સર, બ્લેક હોલ બાઈનરી, લો-મેગ્નેટિક ફિલ્ડ ન્યુટ્રોન સ્ટાર્સ, મેગ્નેટર્સ વગેરેનો અભ્યાસ કરશે. 

25મી ડિસેમ્બરે લોન્ચ થવાની સંભાવના છે
XPoSAT સેટેલાઈટનું કુલ વજન 480 કિગ્રા છે. જેમાં પ્રત્યેક 144 કિગ્રાના બે પેલોડ છે. 25મી ડિસેમ્બરે લોન્ચ થવાની સંભાવના છે. તેને પીએસએલવી રોકેટ દ્વારા શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડથી લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધીમાં પીએસએલવી રોકેટની 59 ફ્લાઈટ્સ થઈ ચૂકી છે. તેમાંથી માત્ર બે લોન્ચ નિષ્ફળ ગયા છે. આ વખતે PSLV રોકેટની 60મી ઉડાન હશે. આ રોકેટનું વજન 320 ટન છે. તેની ઊંચાઈ 44.4 મીટર છે. આ 4 તબક્કાનું 2.8 મીટર વ્યાસનું રોકેટ છે. તેની પ્રથમ ઉડાન 20 સપ્ટેમ્બર 1993ના રોજ થઈ હતી. ત્યારપછી તેણે અનેક દેશી અને વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ