બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / હવે ઓફિસમાં રહીને પણ મોબાઇલમાં ચાલશે ઘરનું વાઇફાઇ, BSNLની આ ઑફર મચાવશે ધમાલ
Last Updated: 02:53 PM, 17 September 2024
BSNL એક એવી ટેકનોલોજી લાવવા જઈ રહ્યું છે જેમાં તમે ફાઈબર કનેક્શન દ્વારા હાઈ સ્પીડ ઇન્ટરનેટની મઝા માણી શકશો. તમે ઘરથી દૂર હશો તો પણ ઘરે લગાવેલ ફાઈબર કનેક્શનનો લાભ ઉઠાવી શકશો. આ પ્રોજેક્ટનું નામ "સર્વત્ર" છે. આ પ્રોજેક્ટનું ટ્રાયલ ફેઝ અગાઉ પૂર્ણ થઈ ગયું છે. ટુંક સમયમાં જ કેરળ જેવા વિસ્તારમાં તેની શરૂઆત પણ કરવામાં આવશે.
ADVERTISEMENT

BSNL તેની આ સર્વિસને બને તેટલા વધુ લોકો સુધી પહોંચાડવા માંગે છે. જેથી આ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય લોકો પણ કરી શકે. આ પ્રોજેક્ટનો ઉદેશ્ય ભારતના ગામોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનો છે. તેનાથી લોકો મોબાઈલ ડેટા પર ઓછા પૈસા ખર્ચ કરશે.
ADVERTISEMENT
વધુ વાંચો : વોટ્સએપ ગ્રુપમાં આ જરા પણ શેર ન કરતાં નહીંતર જેલ, જાહેર થયાં મોટા સમાચાર
BSNLનો આ "સર્વત્ર" પ્રોજેક્ટ ફાઈબર ટુ ધ હોમ (FTTH) ટેકનોલોજી પર ડેવલપ કરવામાં આવ્યો છે. જેનાથી ઘર કે ઓફિસમાં લાગેલ FTTH કનેક્શનવાળા યુઝર્સ તેવી જગ્યાએથી પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે જ્યાં BSNLની FTTH સર્વિસ ઉપલબ્ધ હોય. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સર્વત્ર સ્કીમ હેઠળ રજિસ્ટર કરાવું પડશે.
ADVERTISEMENT

સર્વત્ર સ્કીમમાં રજિસ્ટર કરાવ્યા બાદ FTTH ઇનેબલ થઇ જશે. જેનાથી બીજા સ્થળ પર પાસવર્ડ અને IDની જરૂર નહીં પડે. સર્વત્ર પોર્ટલ એક વર્ચ્યુઅલ ટાવરની માફક કામ કરે છે. BSNL દ્વારા આશ્વાશન આપવામાં આવ્યું છે કે સર્વત્ર સિસ્ટમ એકદમ સુરક્ષિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.