બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Notice of the Commissioner of Police regarding the harassment of stray cattle in Ahmedabad

અમદાવાદ / રખડતા ઢોરના ત્રાસ મુદે પોલીસ કમિશનરનું જાહેરનામું, 60 દિવસમાં ચીપ લગાવવા આદેશ, આ વિસ્તારને જાહેર કર્યો નો-કેટલ ઝોન

ParthB

Last Updated: 10:51 AM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસનો મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને હાઈકોર્ટના આસ-પાસના વિસ્તારોને નો-કેટલ ઝોન જાહેર કરાયો છે.

  • અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
  • હાઈકોર્ટ આસપાસનો વિસ્તાર નો-કેટલ ઝોન
  • 60 દિવસમાં ઢોરને ચીપ લગાવવા આદેશ

હાઇકોર્ટ આસપાસના વિસ્તારને નો-કેટલ ઝોન જાહેર કરાયો

અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસમાં વધારો થયો છે. રખડતા ઢોરને કારણે શહેરમાં અનેક અકસ્માતના બનાવ પણ બને છે, ત્યારે હાઈકોર્ટ આસપાસના વિસ્તારને નો-કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ માટે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર નામું બહાર પાડ્યું છે. જેમાં 60 દિવસમાં ઢોરને ચીપ લગાવવા આદેશ આપવામાં આવ્યો છે. 

આદેશનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે

આ સાથે રખડતા ઢોરને કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી અકસ્માત માટે પશુના માલિક જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે આ આદેશના ભંગ કરનારા સાથે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અમદાવાદમાં રખડતા પશુઓના કારણે ગંભીર અકસ્માતો થાય છે 

મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં રખડતા પશુઓના ઉપદ્રવને કારણે ગંભીર અકસ્માતો , ટ્રાફિકની સમસ્યા અને ગ્રીન પેચને નુકશાન થવાના કિસ્સા બને છે. જેથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ  સમસ્યાના કાયમી નિકાકરણ મામલે હવે આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વસવાટ કરતા ગૌપાલકોએ તેમની માલિકીના પશુઓમાં આગામી 60 દિવસની અંદર ટેપ અને ચીપ ફરજિયાત લગાવવી તેમજ પશુઓની માલિકીના ફેરબદલ અંગે પણ મ્યુનિલપલ કોર્પોરેશનના સંલગ્ન વિભાગને જાણ કરવી. જ્યારે આદેશનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ