બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Non-inherited heroin worth 8 lakhs seized from Siddpur along with worth 28 lakhs

ક્રાઇમ / રૂ. 28 લાખના મુદ્દામાલ સાથે સિદ્ધપુરના ધારેવાડાથી ઝડપાયું 8 લાખનું બિનવારસી હેરોઇન, રાજસ્થાનથી અમદાવાદ આવતી બસમાં કાર્યવાહી

Priyakant

Last Updated: 09:56 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Patan News : જય બજરંગ ટ્રાવેલ્સની લકઝરીમાંથી પોલીસે કુલ રૂ.28.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, પાટણમાં 9 માસમાં ત્રીજી વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

  • સિદ્ધપુરના ધારેવાડા પાસેથી બિનવારસી હેરોઈન જપ્ત
  • લકઝરી બસમાંથી રૂ.8 લાખનું બિનવારસી હેરોઈન જપ્ત કર્યું 
  • પોલીસે 160.640 ગ્રામ હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો
  • રાજસ્થાનથી અમદાવાદ આવતી લકઝરી બસમાંથી ઝડપાયું

Patan News : દિવાળીના તહેવારને લઈ પોલીસ સતત પેટ્રોલિંગ અને સુરક્ષાને કારણે અલગ-અલગ વિસ્તારોમાં ફરજ બજાવી રહી છે. આ દરમિયાન હવે પોલીસે પાટણના સિદ્ધપુરમાં એક લક્ઝરી બસમાંથી રૂપિયા 8 લાખનું બિનવારસી હેરોઈન પોલીસે જપ્ત કર્યું છે. વિગતો મુજબ રાજસ્થાનથી અમદાવાદ આવતી લક્ઝરી બસમાંથી હેરોઈન ઝડપાયું છે. પાટણમાં 9 માસમાં ત્રીજી વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ તરફ પોલીસે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પોલીસે બિનવારસી હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ પોલીસની ટીમ તહેવારોને લઈ ચેકિંગમાં હતી. આ દરમિયાન ધારેવાડા પાસે રાજસ્થાનથી અમદાવાદ જતી જય બજરંગ ટ્રાવેલ્સની લક્ઝરીની તલાશી લીધી હતી. જ્યાં ચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાંથી રૂપિયા 8 લાખનું બિનવારસી હેરોઈન મળી આવ્યું છે. જેને લઈ પોલીસે હેરોઈન સહિત કુલ રૂપિયા 28.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

patan news ડ્રગ્સનો જથ્થો ધારેવાડા બિનવારસી હેરોઇન લકઝરી સિદ્ધપુર Patan News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ