બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Nobody Can Interfere In Lives Of Consenting Adults Who Have Chosen To Marry : Delhi High Court

કપલ કેસ / મરજીથી બે વયસ્ક લગ્ન કરતા હોય તો કોઈની મંજૂરીની જરુર નથી- હાઈકોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 09:51 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિવારની મરજી વિરૃદ્ધ લગ્ન કરનાર કપલના કેસમાં દિલ્હી હાઈકોર્ટે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે.

  • પરિવારની મરજી વિરૃદ્ધ લગ્ન કરનાર કપલના કેસમાં દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો
  • મરજીથી બે વયસ્ક લગ્ન કરતા હોય તો કોઈની મંજૂરીની જરુર નથી
  • મરજીથી લગ્ન કરનાર વયસ્કોને માતાપિતા કે સમાજ ન અટકાવી શકે 

દિલ્હી હાઈકોર્ટે લગ્નને લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો છે. એક કપલના કેસની સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે લગ્ન કરવાનો અધિકાર માનવ સ્વતંત્રતાની ઘટના છે અને બંધારણમાં આપેલા જીવનના અધિકારની ગેરંટીનો અભિન્ન ભાગ છે. જો બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી લગ્ન કરવાનું નક્કી કરે છે તો તેમાં માતા-પિતા, સમાજ કે સરકાર પણ તેને ન અટકાવી શકે. 

પરિવારની મરજીની વિરૃદ્ધ લગ્ન કરનાર કપલના કેસમાં ચુકાદો 
હાઈકોર્ટે આ આદેશ એવા દંપતીની અરજી પર આપ્યો હતો કે જેમણે તેમના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હોય તો તેમને તેમના પ્રિયજનો તરફથી મળતી ધમકીઓને ધ્યાનમાં રાખીને પોલીસ સુરક્ષાની વિનંતી કરી હતી.  કોર્ટે સંબંધિત પોલીસ અધિકારીઓને દંપતીને પૂરતી સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે અરજદારોએ લગ્નના અધિકાર હેઠળ એકબીજા સાથે લગ્ન કર્યા છે અને તેમને તેમના વ્યક્તિગત નિર્ણય અથવા પસંદગી માટે કોઈ સામાજિક મંજૂરીની જરૂર નથી.

બંધારણની કલમ 21માં  લગ્ન કરવાનો અધિકાર 
જસ્ટિસ સૌરભ બેનર્જીએ ચુકાદો ટાંકતા કહ્યું કે લગ્ન કરવાનો અધિકાર માનવ સ્વતંત્રતાની ઘટના છે. પોતાની પસંદગીના લગ્ન કરવાનો અધિકાર માત્ર માનવ અધિકારના સાર્વત્રિક ઘોષણાપત્રમાં જ રેખાંકિત નથી પરંતુ તે ભારતીય બંધારણની કલમ 21નો પણ એક અભિન્ન ભાગ છે જેમાં જીવનના અધિકારની ખાતરી આપવામાં આવી છે. જ્યારે અહીં પક્ષકારો બે સંમતિ આપતા પુખ્ત વયના લોકો છે જેઓ સ્વેચ્છાએ લગ્નના માર્ગે હાથ મિલાવવા માટે સંમત થયા છે, અને આવા કિસ્સામાં કોઈ હસ્તક્ષેપ ન કરી શકે. 

કપલ કેમ ગયું હાઈકોર્ટમાં
દિલ્હીના મુસ્લિમ કપલે પરિવારની નામરજી છતાં પણ મુસ્લિમ પરંપરા મુજબ લગ્ન કર્યા હતા આને કારણે પરિવાર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને હેરાનગતિ કરતો હતો. 

પુખ્ત વયના લોકોને મંજૂરીથી લગ્ન કરતાં કોઈ ન રોકી શકે
આ કેસમાં હાઈકોર્ટનો ચુકાદો સ્પસ્ટ છે કે પુખ્ત વયના લોકોને પરસ્પર મંજૂરથી લગ્ન કરતા હોય તો તેમને કોઈ પણ ન રોકી શકે. કોર્ટે આ કિસ્સામાં પોલીસને કપલને સુરક્ષા પૂરી પાડવાનો પણ આદેશ આપ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ