બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

VTV / ગુજરાત / વડોદરા / No relief Harani boat incident accused, sessions court rejects bail plea

વડોદરા / હરણી બોટકાંડના આરોપીઓને રાહત નહીં, સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી

Ajit Jadeja

Last Updated: 11:12 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં હરણી તળાવમાં ડૂબી જવાથી 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા

વડોદર હરણી બોટકાંડના આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી છે. આરોપી પરેશ શાહની પત્ની નૂતન શાહ અને પુત્રી વૈશાખી શાહે જામીન અરજી કરી હતી. સેશન્સ કોર્ટે સુનાવણી બાદ અરજી ના મંજૂર કરી છે. ચાર્જશીટ બાદ બંને મહિલા આરોપીઓએ જમીન અરજી કરી હતી.

શું હતી ઘટના

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલ ના 23થી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનીક પર આવ્યાં હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 12થી વિદ્યાર્થીઓ અને બે શિક્ષકના મોત થયાં હતા. હરણી તળાવમાં ડૂબી જવાથી 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યાં હતા. 

લાઈફ જેકેટ વગરના બાળકો ડૂબી ગયા

બોટ ટ્રેજેડીની સૌથી કરુણ વાત એ છે કે જે બાળકોએ લાઈફ જેકેટ નહોતા પહેર્યાં તેઓ બધા ડૂબી ગયા પરંતુ લાઈફ જેકેટવાળા વિદ્યાર્થીઓ બચી ગયા હતા. આ ઘટનાથી ચેતવા જેવું એ છે કે પાણીમાં બોટિંગ વખતે લાઈક જેકેટ પહેરવું અનિવાર્ય છે જેથી કરીને અકસ્માતના કિસ્સામાં બચી શકાય. 

કોણ છે બિનીત કોટિયા?

બિનીત કોટિયા કોટિયા ફુડ્સ કંપનીનો મુખ્ય પાર્ટનર છે. હરણી લેકઝોન પ્રોજેક્ટ કોટિયા પ્રોજેક્ટ્સનાં હસ્તે હતો. 32 વર્ષીય બિનીત કોટિયા કંપની માં મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટ પર કામ કરી રહ્યો હતો. મૂળ ભરુચનો રહેવાસી બિનીત છેલ્લાં ઘણાં વર્ષોથી વડોદરામાં પરિવાર સાથે રહે છે.   વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે 20 જાન્યુઆરીનાં મોટી માહિતી જાહેર કરી હતી. તેમણે કહ્યું કે  આ કેસમાં 18 આરોપીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે, જેમાંથી એક આરોપીનું મોત થયું છે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની સઘન પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે, પરેશ શાહ અને નિલેશ જૈનને રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓની જાણ કરવામાં આવી હતી. પોલીસને આના દસ્તાવેજી પુરાવા પણ મળ્યા છે. 

 

પિકનીક બોટ કેવી રીતે ઊંધી વળી 

વડોદરામાં બનેલી મોટી બોટ દુર્ઘટનામાં 12 બાળકોના મોત થયાં છે. બોટ ટ્રેજેડીનો ભોગ બનેલા બાળકો અને બચી ગયેલા બધા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના સ્ટૂડન્ટ હતા. બે મોટી ભૂલોને કારણે બોટ ટ્રેજેડી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પહેલી વાત એ કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં બેસાડાયા હતા અને બીજું એ કે ખમી શકે તેના કરતાં પણ વધારે બાળકોને બોટમાં ઠાંસવામાં આવ્યાં હતા. ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23થી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનીક પર આવ્યાં હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 12થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાં હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ