બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે નથી આવી રહી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝ કરવાની મજા! એક ઝાટકે Meta ના કરોડો યુઝર્સ ઘટ્યા
Last Updated: 05:59 PM, 1 May 2026
લોકો હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઓછો યુઝ કરી રહ્યા છે. જેમાં નવા ડેટા આ વાતની કન્ફર્મ કરે છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને બીજા મેટા પ્લેટફોર્મ્સે 20 મિલિયન દૈનિક એક્ટીવ યુઝર્સ ગુમાવ્યા છે. જેમાં ઘણા સમયથી લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમના ફીડ્સ પરની કન્ટેન્ટ તેમને પસંદ નથી. પણ મેટાએ આ ઘટાડા માટે એક્સ્ટર્નલ પરિબળોને જવાબદાર ગણાવ્યા છે, જેમાં ઇન્ટરનેટ રિસ્ટ્રીક્શનનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
બુધવારે તેના અર્નિંગ કોલમાં કંપનીએ તેની એપ્લિકેશન્સમાં 20 મિલિયન દૈનિક એક્ટિવ યુઝર્સ ઘટાડાની જાણ કરી. મેટાની એપ્લિકેશન્સમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જરનો સમાવેશ થાય છે. જેમાં મેટા કહે છે કે આ ઘટાડા માટે માત્ર કંપની જવાબદાર નથી. તેને આ ઘટાડાને એક્સ્ટર્નલ પરિબળોને જવાબદાર ગણાવ્યા છે, જેમાં ઈરાનમાં યુદ્ધ અને રશિયામાં વોટ્સએપ પર પ્રતિબંધને કારણે કનેક્ટિવિટી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
જોકે મેટા તે સ્વીકારવામાં તૈયાર નથી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ફીડ ક્વોલોટી વિશે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જેમાં યુઝર્સનો ફીડબેક છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ફીડ્સ હવે જાહેરાતો અને સજેસ્ટેડ પોસ્ટ્સથી ભરાઈ ગઈ છે. ઘણા યુઝર્સ કહે છે કે તેઓ તેમના ફ્રેન્ડ કે ફોલો કરેલા એકાઉન્ટ્સની પોસ્ટ પણ દેખાતી નથી. તેમના ફીડ્સ અલ્ગોરિધમ-આધારિત સજેસ્ટેડથી ભરાઈ ગયા છે. ઘણા યુઝર્સ વારંવાર સમાન કન્ટેન્ટ, ઓછી ક્વોલિટીવાળી પોસ્ટ્સ અને સંપૂર્ણપણે અનરિલેટેડ કન્ટેન્ટ બતાવવામાં આવી રહી છે, જેના કારણે સ્ક્રોલિંગમાં મજા નથી આવતી.
ADVERTISEMENT
મેટાની આલોચના વધી રહી છે આથી તેને તેની ભલામણ સિસ્ટમમાં અપડેટની જાહેરાત કરી છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામના ફીડમાં મોટો ફેરફારો કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, નવી સિસ્ટમ ઓરીજનલ કન્ટેન્ટને પ્રોત્સાહન આપશે અને ફરીથી પોસ્ટ કરેલી અને ઓછા એડિટેડ કન્ટેન્ટને ઘટાડશે. આથી ઓરીજનલ પોસ્ટ શેર ન કરતા એકાઉન્ટ્સ માટે પહોંચ ઓછી થશે. આ પ્લેટફોર્મ પર કન્ટેન્ટની વિવિધતા વધારશે અને ક્રિએટર્સને યુનિક કન્ટેન્ટની બનાવવા માટે પ્રોત્સાહિત કરશે.
ADVERTISEMENT
મેટાએ તાજેતરમાં તેના વધતા ખર્ચને સંચાલિત કરવા માટે તેના કર્મચારીઓમાં ઘટાડો કર્યો છે. એમાં કંપનીએ 8,000 કર્મચારીઓને છટણી કરી છે અને સાથે 6,000 ખાલી જગ્યાઓ ન ભરવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.