બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે WhatsAppને બેકઅપ કરવું સરળ પડશે! યુઝર્સને મળવા જઇ રહ્યું છે જોરદાર ફીચર
Last Updated: 11:41 AM, 30 April 2026
આજના સમયમાં WhatsApp આપણા રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ચેટ્સ, ફોટા, વિડિયો અને જરૂરી ફાઇલો બધું જ આ એપમાં જ સ્ટોર રહે છે. પરંતુ જ્યારે આ બધાનો બેકઅપ લેવાની વાત આવે છે ત્યારે ઘણા યુઝર્સને સ્ટોરેજની સમસ્યા અનુભવવી પડે છે.
ADVERTISEMENT
હાલમાં એન્ડ્રોઇડ યુઝર્સ પોતાનો ડેટાનો બેકઅપ Google Drive પર રાખે છે જ્યારે iPhone યુઝર્સ iCloud નો ઉપયોગ કરે છે. સમસ્યા એ છે કે આ ક્લાઉડ સર્વિસનું સ્ટોરેજ ફક્ત WhatsApp માટે જ નથી હોતું પણ તેમાં ફોટા, વિડિયો અને બીજા એપ્સનો ડેટા પણ સામેલ હોય છે. જેથી જ્યારે ફ્રી સ્ટોરેજ પૂરો થઈ જાય છે ત્યારે યુઝર્સને કે તો જૂનો ડેટા ડિલીટ કરવો પડે છે અથવા તો વધુ સ્ટોરેજ માટે પૈસા ખર્ચવા પડે છે.
ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર Metaની માલિકીનું WhatsApp હવે એક મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. કંપની પોતાનું ક્લાઉડ બેકઅપ સિસ્ટમ વિકસાવી રહી છે જેમાં યુઝર્સ તેમના ચેટ્સ અને ડેટા સીધા WhatsAppના સર્વર પર સાચવી શકશે. આ નવા ફીચરની ખાસ વાત એ હશે કે તેમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ડિફોલ્ટ રીતે ચાલુ રહેશે જેથી ડેટાની સુરક્ષા પહેલાથી વધુ મજબૂત બની જશે.
ADVERTISEMENT
આવનારા સમયમાં WhatsApp યુઝર્સને એવો વિકલ્પ મળશે કે તેઓ પોતાનો બેકઅપ ક્યાં રાખવો તે પસંદ કરી શકશે Google Drive પર કે WhatsAppના પોતાના ક્લાઉડ પર. આથી બેકઅપ મેનેજમેન્ટ વધુ સરળ અને યુઝર્સના કંટ્રોલમાં રહેશે. નવી અપડેટ મુજબ WhatsApp લગભગ 2GB સુધીનું ફ્રી ક્લાઉડ સ્ટોરેજ આપી શકે છે. જોકે હજી સ્પષ્ટ નથી કે આ સુવિધા બધાને મળશે કે ફક્ત પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન વાપરનારાઓને. આ ઉપરાંત કંપની એક પેડ પ્લાન પર પણ કામ કરી રહી છે જેમાં અંદાજે $0.99માં 50GB સુધીનું સ્ટોરેજ મળી શકે છે. આ ખાસ કરીને એવા યુઝર્સ માટે ઉપયોગી રહેશે જેમના પાસે ઘણી મીડિયા ફાઇલો હોય છે.
ADVERTISEMENT
WhatsApp પોતાના નવા બેકઅપ સિસ્ટમમાં સુરક્ષાને સૌથી વધુ મહત્વ આપી રહ્યું છે. યુઝર્સને પોતાના ડેટાને સુરક્ષિત રાખવા માટે પાસકી (Passkey), પાસવર્ડ અથવા 64 અંકની એન્ક્રિપ્શન કીનો વિકલ્પ મળશે. દરેક સ્થિતિમાં ડેટા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે એટલે કે કોઈ પણ ત્રીજા વ્યક્તિ માટે તેને ઍક્સેસ કરવું લગભગ અશક્ય બની જશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ હવેથી બદલાઇ જશે YouTuberનો એક્સપિરિયન્સ, Googleનું મોટું એલાન
ADVERTISEMENT
હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. સૌથી પહેલા તેને બીટા યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. ટેસ્ટિંગ પૂરુ થયા પછી તેને ધીમે ધીમે બધા યુઝર્સ માટે ઉપલબ્ધ કરાશે. જો આ ફીચર લોન્ચ થાય છે તો WhatsAppનું બેકઅપ વધુ સરળ, સુરક્ષિત અને સસ્તું બની જશે. સાથે જ યુઝર્સને પોતાના ડેટા પર વધુ કંટ્રોલ મળશે જે આજના ડિજિટલ સમયમાં ખૂબ જ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.