બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / nitish kumar on women education population control

બેશરમ કે નહીં / VIDEO : વિધાનસભામાં CM નીતિશ કુમારની અશ્લિલ વાતોથી ખળભળાટ, સાવ બેશર્મીભર્યું બોલ્યાં, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 06:21 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર વિધાનસભામાં સીએમ નીતિશ કુમારનું સાવ બેશર્મીભર્યું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ખળભળાટ મચ્યો હતો.

  • બિહાર વિધાનસભામાં સીએમ નીતિશ કુમારનું સાવ બેશર્મીભર્યું નિવેદન
  • વસતી નિયંત્રણને લઈને સાવ અશ્લિલ બોલ્યાં
  • વિધાનસભામાં મહિલા ધારાસભ્યો અસહજ દેખાઈ 

મુખ્યમંત્રી જેવા ઊંચા હોદ્દા પર બેઠેલા વ્યક્તિ જ્યારે જાહેરમાં સાવ બેશરમ વાતો કરે તો કેવું લાગે. બિહારના સીએમ નીતિશ કુમારે જાહેરમાં ન બોલી શકાય તેવી વાતો કરીને સોશિયલ મીડિયાનો પારો હાઈ કરી દીધો હતો. વસતી નિયંત્રણ ચર્ચા પર બોલતાં નીતિશ કુમારે સાવ અશ્લિલ કહી શકાય તેવી વાતો કરી હતી.

શું બોલ્યાં સીએમ નીતિશ કુમાર 
નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આ વાત સમજાવવા માટે નીતિશ કુમારે કહ્યું કે, જો છોકરી ભણી લેશે તો પુરુષ રોજ રાતે કરે છે, તેમાં વધારે બાળકો પેદા થઈ જાય છે. જો છોકરી ભણી લેશે તો તેની અંદર.....તેને....કરી દો. તેમાં વસતી ઘટી રહી છે. 

 નીતિશ કુમાર અશ્લિલ નિવેદન પર શું બન્યું 
નીતિશ કુમારે જ્યારે આવી વાતો કરી ત્યારે વિધાનસભામાં મહિલાઓ ધારાસભ્યો અસહજ સ્થિતિમાં જોવા મળી હતી. કેટલીક ગુસ્સે પણ ભરાઈ હતી તો બીજા કેટલાક ધારાસભ્યો હસતા દેખાયા હતા. 

ભાજપ ધારાસભ્યોએ સીએમને ઘેર્યાં 
નીતીશના નિવેદન પર ધારાસભ્યોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. ભાજપના નેતા તારકિશોર પ્રસાદે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત વધુ સારી રીતે કહી શક્યા હોત. ભાજપના ધારાસભ્ય નિક્કી હેમબ્રામે કહ્યું કે મુખ્યમંત્રી આ વાત સન્માનજનક રીતે કહી શક્યા હોત. તેમનો સ્ત્રીઓ પ્રત્યે આદર દેખાતો નથી. 

મુખ્યમંત્રીએ અનામતનો વ્યાપ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો
પોતાના સંબોધનમાં સીએમ નીતિશે પણ મોટી જાહેરાત કરી હતી. આમાં તેમણે બિહારમાં ઓબીસી અનામત વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મુખ્યમંત્રી નીતિશે રાજ્યમાં અનામતનો વ્યાપ 50થી વધારીને 75 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેમાં ઓબીસી માટે 43 ટકા, એસસી માટે 20 ટકા, એસટી માટે 1 ટકો અને અતિ પછાત માટે 10 એમ ટોટલ 75 ટકા અનામત વધારો સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ