ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / nithyananda ahmedabad missing girl on video

ખુલાસો / માતાના સાથીદારે ગુજાર્યુ દુષ્કર્મઃ સ્વામી નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતી

Published By: Gayatri

Last Updated: 02:38 PM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિત્યાનંદના આશ્રમના વિવાદ મામલે હવે યુવતીએ જ ખુલાસા કર્યા છે. યુવતીએ વીડિયો જાહેર કરી અને માતા-પિતા વિરુદ્ધ નિવેદન આપ્યું છે. યુવતીએ કહ્યું કે હું મારી મરજીથી આશ્રમમાં ગઇ છું. ત્યારે મને પાછી લઇ જવા માટે દબાણ કરાઇ રહ્યું છે. મને વારંવાર ધમકી આપવામાં આવી રહી છે. હું આશ્રમ છોડવા નથી માગતી. પરંતુ મારા માતા-પિતા પોલીસનો દુરુપયોગ કરે છે. એટલુ જ નહી પરંતુ તેણે તેમ પણ જણાવ્યુ છે કે, માતાના સાથીદારે જ મારી સાથે દુષ્કર્મ ગુજાર્યુ છે.

ADVERTISEMENT

  • યુવતીએ વીડિયો જાહેર કરી રજૂ કરી વાત
  • મારે આશ્રમમાં જ રહેવું છે
  • માતાના સાથીદારે કર્યુ છે દુષ્કર્મ

શું કહ્યુ યુવતીએ ?

હું મારી મરજીથી આશ્રમમાં ગઈ છું. મને પાછી લઈ જવા માટે દબાણ કરાઈ રહ્યું છે. મને વારંવાર ધમકી આપવામાં આવી રહી છે. હું આશ્રમ છોડવા નથી માંગતી. મારા માતા-પિતાએ પોલીસનો દુરુપયોગ કર્યો છે. માતા સાથે રહેતા સંન્યાસીએ મારી પર દુષ્કર્મ કર્યુ છે. શંકરાનંદા સંન્યાસીએ મારી સાથે ખરાબ વર્તન કર્યું છે. 

શું હતો મામલો?

નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાંથી એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા છ મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમંરનો દીકરો અને દીકરી છોડાવ્યા પણ 18 વર્ષની અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરાવી દેવાઈ હતી. પણ પછીથી દીકરીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેની સાથે શારીરિક અડપલા થઈ રહ્યા હોવાનુ તે કહી રહી હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા પોલીસ અને વેલફેરના લોકોની મદદથી આશ્રમમાં દીકરીની શોધ ખોળ કરાઈ હતી પરંતુ હવે એ દીકરી ગુમ થઈ જતા સમગ્ર તંત્ર દોડતુ થઈ ગયુ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad gujarat swami Nithyananda ગુજરાત વીડિયો સ્વામી નિત્યાનંદ Swami Nityanand Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ