બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Night cricket tournament organized in the presence of former minister Saurabh Patel, Corona guideline violated

નિયમો નેવે / નેતાજીને બધી છૂટ..! ગુજરાતમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રાજકીય મેળાવડા કરતા નેતાઓનો કોલર ક્યારે પકડાશે?

Vishnu

Last Updated: 12:01 AM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બબ્બે વખત PM કહે છે છતાં BJP નેતા સુધરતા નથી! પૂર્વ મંત્રીની હાજરીમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ, ફાઇનલ મેચમાં હજારોની સંખ્યામાં ભીડ ઊમટી

  • સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ
  • કોવિડના નિયમો માત્ર પ્રજા માટે
  • કોંગ્રેસના તાયફા પણ રાજ્યમાં શરૂ 
  • રાજકીય પક્ષો માટે કેમ કોઈ નિયમો નહીં?

નિયમ ખુદ બનાવો, અને તોડો પણ ખુદ, આવું હાલ ગુજરાતમાં થઈ રહ્યું છે.એક તરફ વધતા કોરોનાને જોતા સરકાર આમ જનતાને દંડી રહી છે..નિયમો કડક બનાવી તેની અમલવારી માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે..જ્યારે બીજી તરફ ખુદ ભાજપના જ નેતાઓ ટુર્નામેન્ટ અને કાર્યક્રમોના તાયફા કરી ખુલ્લેઆમ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે..અને તેના પર કોઈ રોકટોક નથી..આવા જ કેટલાક વીડિયોને લઈને રાજકારણ ગરમાયું છે.આવું ભાજપના નેતાઓ કહી રહ્યા છે..કારણ કે, રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે...ઓમિક્રોનના કેસમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે..ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજી કોરોના ફેલાવવાનું કામ કરી રહ્યા છે..ફરી એકવાર ગુજરાતની જનતાને એ કાળાકોપની યાદ અપાવવાની તૈયારી કરી રહ્યા છે..જ્યારે લોકો રસ્તા પર જ રિબાઈ-રિબાઈને સારવારના અભાવે મૃત્યુ પામતા હતા..કારણ કે, તેમના માટે તાયફા મહત્વના છે...નહીં કે લોકોના જીવ..

આવું કહેવું ન જોઈએ.પરંતુ પૂર્વ ઊર્જામંત્રી સૌરભ પટેલે સોશિયલ મીડિયામાં ભાજપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો વીડિયો પોસ્ટ કર્યો છે.આ વીડિયોમાં હજારોની સંખ્યામાં લોકો ક્રિકેટ જોવા માટે ઉમટ્યા હતા.લોકો ક્રિકેટ જોવા ઉમટે તે વાત પણ માની લઈએ.પરંતુ જે રીતે કોરોનાના નિયમોના ધજાગરા ગ્રાઉન્ડ પર ઉડ્યા તે ખુબ ગંભીર અને લોકોના જીવન સાથે મોતની રમત રમાઈ હોય તેવા હતા..જોકે આ રીતે હજારો લોકોને ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભેગા કરવા મુદ્દે અમે જ્યારે સૌરભ પટેલને સવાલો કર્યા તો ન આપી શક્યા સંતોષકારક જવાબ

નિયમો માત્ર નાગરિકો માટે કેમ? નેતાઓને છુટોદોર કયા સુધી
એક તરફ સરકાર લોકોને કોરોનાથી ડરાવી રહી છે..કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે માસ્ક ના નામે 1000 રૂપિયા લોકો પાસેથી ઉઘરાવી તિજોરી ભરી રહી છે..જ્યારે રાજકીય નેતાઓ ખુલ્લેઆમ કોરોના ફેલાવવાનું કામ કરી રહ્યા છે..તેમાં ભાજપની સાથે-સાથે કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો પણ આવી જાય છે..બોટાદ- ઉના- વઢવાણ અને વડોદરાના આ 4 દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે, તમામ રાજકીય પક્ષોને મતોની ખેતી કરવી છે..તેમના માટે લોકોના જીવનની અને તેમની સમસ્યાઓનું કોઈ મહત્વ નથી..

VTV ગુજરાતીના સળગતા સવાલ
રાજકીય નેતાઓના તાયફા વચ્ચે હવે જરા છેલ્લા 5 દિવસના કોરોનાના આંકડા પર નજર કરીએ તો...22 ડિસેમ્બરે 91 કેસ, 23 ડિસેમ્બરે 111 કેસ, 24 ડિસેમ્બરે 98 કેસ, 25 ડિસેમ્બરે 179 કેસ અને 26 ડિસેમ્બરે 177 કેસ સામે આવ્યા છે..હવે તમે ખુદ વિચાર કરી લો કે, 5 દિવસથી સતત આટલા પ્રમાણમાં કેસો વધી રહ્યા છે..સરકાર માસ્ક અને કોરોનાના નિયમોનું કડક પણે પાલન કરાવવાની વાતો કરે છે...પરંતુ ખુદ સરકારના નેતાઓ જ નિયમો તોડે છે..ત્યારે સવાલ અહીં એ થાય છે કે, લોકો બેદરકારી દાખવે છે તો દંડ થાય છે..તો શું નેતાઓ બેદરકારી દાખવે તો કાર્યવાહી થશે? સૌરભ પટેલ કોરોના સંકટ વચ્ચે લોકોને એકઠા કેમ કરી શકે? ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા તો? પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાના જીવને જોખમમાં કેવી રીતે મુકી શકે? કોઈપણ રાજકીય નેતાઓને તાયફાની કેમ પરમિશન મળી જાય છે? લોકોના સામાજીક પ્રસંગોમાં પાબંધી તો નેતાઓના તાયફામાં કેમ નહીં..? સવાલો અનેક છે..ત્યારે જોવાનું એ રહેશે કે, મોટી-મોટી વાતો કરતી સરકાર આ મુદ્દે કેવો બચાવ અને કાર્યવાહી કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ