બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / next generation toyota land cruiser joined in pm narendra modi official car convoy

ઑટો / PM મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં બદલી ચાર ગાડીઓ, નવી કારની કિંમત જાણીને રહી જશો દંગ!

Published By: Krupa

Last Updated: 03:49 PM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2014માં દેશની બાગડોર સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી બીએમડબ્લ્યૂ 7 સીરિઝ લક્ઝરી સેડાનમાં સફર કરતા હતા. તો 2017માં તેઓ રેન્જ રોવર સેન્ટિનલ એસયૂવીથી જ લાલ કિલ્લા પહોંચ્યા હતા અને 2018માં પણ એનો ઉપયોગ કર્યો. તો 2019ના સ્વતંત્રતાના દિવસ સમારોહમાં એમને ટોયોટા લેન્ડ ક્રૂઝરનો ઉપયોગ કર્યો. તો હવે એમની સત્તાવાર સવારી બદલાઇ ગઇ છે.

તાજેતરમાં જ પાંચ નવેમ્બરે થાઇલેન્ડ પ્રવાસથી પરત પર કેટલીક ચેનલ્સ પર એમનો વીડિયો વાયરલ થયો. જેમાં એમની પાસે નવી ટોયોટા લેન્ડ ક્રૂઝરને સ્પૉટ કરવામાં આવી. ખાસ વાત એ હતી કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારહોમાં એ લેન્ડ ક્રૂઝરમાં જ આવ્યા હતા, પરંતુ 5 નવેમ્બરે એ નેક્સ્ટ જેનરેશન લેન્ડ ક્રૂઝરમાં જોવા મળ્યા. 

નવી પેઢી વાળી લેન્ડ ક્રૂઝરની એક્સ શોરૂમ કિંમત 1.7 કરોડ રૂપિયા છે, જ્યારે એની ઑન રોડ કિંમત આશરે બે કરોડ રૂપિયા છે. જોવામાં આ સામાન્ય લેન્ડ ક્રૂઝર જેવી લાગે છે, પરંતુ વાસ્તવમાં આ જોરદાર બુલેટપ્રુફ ગાડી છે. જો કે ટોયોટા મર્સડીઝ, લેન્ડ રોવર અને બીએમડબ્લ્યૂની જેમ બખ્તરબંધ ગાડીઓ બનાવતી નથી, શક્ય છે એને કોઇ બહારની એજન્સીથી ઑર્મર્ડ કરાવવામાં આવી હોય. 

3.5 ટન વાળી લેન્ડ ક્રૂઝરમાં 4.5 લીટરનું V8 એન્જીન લાગ્યું છે, જે 262 બીએચપીનો વધારે પાવર અને 650 એનએમનો ટાર્ક આપે છે. આ કાર ફોર વ્હીલ ડ્રાઇવ છે અને ખાડા વાળા રસ્તા પર પણ સરળતાથી દોડી શકે છે. તો બીજી બાજુ બૂલેટપ્રૂફ કરાવવામાં વ્હીકલનું વજન વધી જાય છે. જેના કારણે એને પાવરફુલ એન્જીનની જરૂર હોય છે. 

આ પહેલા પ્રધાનમંત્રી મોદી રેન્જ રોવર સેન્ટિનેલમાં સફર કરતા હતા, જેમાં 5.0 લીટરનો સુપરચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જીન આવે છે જે 375 બીએચપીનો પાવર જનરેટ કરે છે. એની ટૉપ સ્પીડ 218 કિમી પ્રતિ કલાકની છે. રેન્જ રોવર સેન્ટિનેલમાં VR8 બેલિસ્ટિક સુરક્ષા આપવામાં આવી છે જે તત્કાલિક વિસ્ફોટક ઉપકરણો સહિત વાહનનો મોટાભાગનો પ્રકારને હુમલાથી સુરક્ષિત રાખી શકાય છે. 

આ પહેલા ડૉ.મનમોહન સિંહે BMW 7 સીરિઝનો ઉપયોગ કર્યો હતો. આ પહેલી કાર હતી જે પૂરી રીતે ફુલ બુલેટપ્રૂફ કાર હતી, જે ગ્રેનેડનો હુમલાનો સામનો કરવામાં પૂરી રીતે સક્ષમ હતી. આ કારની બૉડી ખૂબ જ વધારે મજબૂત અને સુરક્ષિત હોવાની સાથે એનું વજન ખૂબ જ ઓછું હતું. જેના કારણે આ ગોળીની સ્પીડથી દોડી શકે છે. એટલે સુધી કે ટાયર પંચર થયા બાદ પણ આ કાર 90 કિમી પ્રતિ કલાકની સ્પીડથી 320કિમી સુધી દોડી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

India Prime Minister Narendra Modi toyota land cruiser ટોયોટા લેન્ડ ક્રૂઝર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Auto

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ