બ્રેકિંગ ન્યુઝ
Paytm પેમેન્ટ્સ બેંકના સામે થયેલી આરબીઆઈની કાર્યવાહી પર લગભગ 1 મહિનો થવા આવ્યો છે. દિવસેને દિવસે કંપનીની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. RBIએ કંપનીને રાહત આપવા ડેડલાઈનને 15 માર્ચ સુધી વધારી દીધી છે. પરંતુ વિદેશી ફર્મની પેટીએમ પર અલગ જ રિપોર્ટ છે. જે તેની મુશ્કેલીઓ વધારી શકે છે. વિદેશી ફર્મના રિપોર્ટ અનુસાર પેટીએમના મર્ચન્ટ અને કસ્ટમર બેસમાં લગભગ 20 ટકાની કમી આવી શકે છે.
ADVERTISEMENT
.jpg)
જેના કારણે કંપનીને નાણાકીય વર્ષ 2025માં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. UBSના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વોલેટ બિઝનેસ ખતમ થવાના કારણે કંપનીના રેવેન્યૂ પર ખરાબ અસર પડશે અને તેનાથી પેમેન્ટ્સ અને લોન બિઝનેસને સ્થિર કરવા પર સંપૂર્ણ ભાર મુકવો પડશે.
ADVERTISEMENT
કસ્ટમર્સનો વિશ્વાસ જીતવો સૌથી મોટો પડકાર
યુબીએસ રિપોર્ટ અનુસાર પેટીએમની સૌથી મોટી સમસ્યા કસ્ટમર્સનો વિશ્વાસ જીવનાની હશે. તેના માટે તેને માર્કેટિંગ પર ખર્ચ વધારવો પડશે. તેના કારણે કંપનીના એબિટા લોસ વધશે. કંપનીના શેર પણ 510 રૂપિયાથી 650 રૂપિયાની વચ્ચે રહેવાની આશંકા છે. કંપનીને પ્રદર્શન સુધરવામાં લાંબો સમય લાગી શકે છે. કંપનીને રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં પણ ખૂબ મહેનત કરવી પડી શકે છે.
વધુ વાંચો: LPGથી લઇને GST સુધી... 1 માર્ચથી દેશમાં બદલાશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે?
ADVERTISEMENT
થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર રીતે કામ કરશે કંપની
તેના ઉપરાંત આરબીઆઈએ @Paytm યુપીઆઈ હેન્ડને લઈને પણ શંકાઓ વ્યક્ત કરી છે. Paytm મેર્ચેન્ટ્સને અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સાથે જ એનપીસીઆઈનં મંજૂરી મળ્યા બાદ Paytm થર્ડ પાર્ટી એર પ્રોવાઈડરની રીતે કામ કરી શકે છે. ફોનપે અને ગુગલ પે પણ ટીપીએપીની જેમ જ કામ કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.