બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / બિઝનેસ / Rules Change From 1st March 2024 these changes are going to happen from march

બિઝનેસ / LPGથી લઇને GST સુધી... 1 માર્ચથી દેશમાં બદલાશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે?

Arohi

Last Updated: 01:09 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rules Change From 1st March 2024: આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે. કાલથી માર્ચ મહિનાની શરૂઆત થઈ જશે. દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફાર થાય છે. કાલે પણ દેશમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફાર સીધા સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે.

દેશમાં છેલ્લા થોડા સમયથી મોંઘવારી સતત વધી રહી છે. તેનાથી મોંધવારીનો બોજો સામાન્ય આદમીના ખીસ્સા પર વધી ગયો છે. આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે. કાલથી માર્ચ મહિનાની શરૂઆત થશે. દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફાર થાય છે. એક માર્ચ 2024થી ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય માણસના ખીસ્સા પર પડશે. એવામાં આ ફેરફારની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. 

GSTના નવા નિયમ 
કેન્દ્ર સરકારે GSTના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે 5 કરોડ રૂપિયાથી વધારેનો બિઝનેસ કરનાર વેપારી ઈ-ચલણ વગર ઈ-વે બિલ જનરેટ નહીં કરી શકે. આ નિયમ પહેલી માર્ચથી લાગુ કરી દેવામાં આવશે. 

LPG અને CNGના ભાવ 
દર મહિનાની પહેલી તારીખે LPG, CNG અને PNGની કિંમતોમાં ફેરફાર થાય છે. જોકે ગયા મહિને LPG સિલિન્ડરોના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. પરંતુ જે પ્રકારે દેશમાં મોંઘવારી વધી રહી છે. છેલ્લા થોડા દિવસોમાં ઘણી વસ્તુઓના ભાવ વધ્યા છે. 

એવામાં આ વાતની સંભાવના છે કે માર્ચમાં એલપીજી સિલિન્ડરોના ભાવ વધી શકે છે. આમ થવા પર સામાન્ય માણસના ખિસ્સા પર બોજો વધી શકે છે. જોકે ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીના ભાવને સરખા જ રાખવામાં આવ્યા છે. 

ફાસ્ટેગ 
નેશનલ હાઈવે ઓથોરિટીઝ ઓફ ઈન્ડિયાના ફાસ્ટેગની કેવાઈસી અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી ફાસ્ટેગનું KYC પુરૂ ન કરવા પર નેશનલ હાઈવે ઓથોરિટીઝ ઓફ ઈન્ડિયા દ્વારા તેને ડિએક્ટિવેટ અને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. એવામાં પોતાના ફાસ્ટેગની KYC 29 ફેબ્રુઆરી સુધી કરાવી લો. 

વધુ વાંચો: FASTAG યુઝર્સ જલ્દી કરો! આજે જ પતાવી દો આ કામ, નહીં તો ભરવો પડશે બમણો ટોલ ટેક્સ

ક્રેડિટ કાર્ડના નિયમ 
દેશના સૌથી મોટા સરકારી ક્ષેત્રના બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈ પોતાના મિનિમમ ડે બિલ કેલક્યુલેશનના નિયમમાં 15 માર્ચથી ફેરફાર કરવા જઈ રહી છે. બેંક તેની જાણકારી ગ્રાહકોને ઈ-મેલ દ્વારા આપી રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ