બ્રેકિંગ ન્યુઝ
FASTAG એક ઈલેક્ટ્રેનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. તેમાં Radio Frequency Identification ટેક્નોલોજી છે જેની મદદથી આ ટોલ પ્લાઝા પર ઓટોમેટિક ટોલ પેમેન્ટ કરી દે છે. આજે FASTAG KYCનો છેલ્લો દિવસ છે. જો તમને આજે રાત્રે 12 વાગ્યા પહેલા KYCને અપડેટ ન કર્યું તો તમારૂ ફાસ્ટેગ બ્લેક લિસ્ટ એટલે કે બંધ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT

બંધ થવા પર લાગશે ડબલ ટોલ
જો FASTAG બંધ કે બ્લેકલિસ્ટ થઈ જાય છે તો તે કંડિશનમાં કોઈ પણ ટોલ પ્લાઝા પર પહોંચશો તો ત્યાં ડબલ ટોલ ટેક્સનું પેમેન્ટ કરવું પડી શકે છે.
ADVERTISEMENT
કેમ થઈ રહ્યું છે KYC?
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ One Vehicle, One FASTAG પહેલની શરૂઆત કરી છે. તેના બાદ NHAIએ RBIની ગાઈડલાઈન્સ અનુસાર, લેટેસ્ટ FASTAG KYC કરવા માટે કહેવામાં આવ્યું છે.
ઘણા લોકો એક જ કાર માટે ઘણા બધા અલગ અલગ FASTAG અથવા તો ઘણી બધી ગાડીઓ માટે એક જ FASTAGનો ઉપયોગ કરે છે. એવામાં સારી એક્યુરસી અને લોકોની ચાલાકી પર લગામ લગાવવા માટે One Vehicle, One FASTAG પહેલની શરૂઆત કરવામાં આવી છે અને બધાને પોતાના લેટેસ્ટ FASTAGનું KYC કરાવવું ફરજીયાત છે.
ADVERTISEMENT

વધુ વાંચો: હવે રેશન કાર્ડથી પણ બનાવી શકશો તમારું આયુષ્માન હેલ્થ કાર્ડ, એ કઇ રીતે? જાણો Apply પ્રોસેસ
ADVERTISEMENT
KYC કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
લેટેસ્ટ FASTAGનું જ KYC કરાવો. ડેડલાઈન બાદ જુના FASTAGને બંધ કરાવી દો.
જરૂરી છે કે તમે પોતાના FASTAG KYCને કમ્પ્લેટ કરાવી લો. તે તમે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે કરાવી શકો છો.
FASTAG KYC કરાવવામાં કોઈ મુશ્કેલી આવી રહી છે તો જોઈલો કે તમારૂ FASTAG કઈ બેંકનું છે. તેના બાદ તે બેંકની નજીકની બ્રાંચમાં સંપર્ક કરો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.