પાકિસ્તાનની યજમાની હેઢળ નવેમ્બરમાં યોજાનારા 19માં સાર્ક શિખર સંમેલન રદ થવાના સમાચાર બહાર આવ્યા છે. જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ જકારિયાએ જાહેર કર્યું હતું કે ભારત સહિત અન્ય દેશોએ કરેલા બહિષ્કારને કારણે પાકિસ્તાન સાર્ક સંમેલનને આયોજિત કરી રહ્યું છે.
દક્ષિણ એશિયાના સાત દેશોના સમૂહમાંથી ચાર દેશો ભારત અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને ભૂટાને શિખર સંમેલનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ દેશોએ બહિષ્કાર કરવાનું કારણ પાકિસ્તાન દ્વારા આતંકવાદને આપવામાં આવતા ઉત્તેજનને ગણાવાવમાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાર્કના હાલના અધ્યક્ષ નેપાલે આની પુષ્ટિ કરી છે કે ચાર દેશો પાસેથી જે સંદેશો મળ્યો છે તેના પ્રમાણે આ દેશોએ ઇસ્લામાબાદમાં યોજાનારા નવેમ્બર 9 અને 10ના રોજ શિખર સંમેલનમાં ભાગ નહિ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.