સોમવારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટવ્યુમાં રાજદૂત એલેક્ઝેન્ડરે કહ્યું કે પાકિસ્તાન સરહદ પર આતંકવાદ રોકે. અમારો દેશ સરહદ પર ફેલાવવામાં આવતા આતંકવાદ સામે ભારતની લડાઈમાં સાથે છે. જ્યારે આતંકવાદી સૈન્યના ઠેકાણા અને શાંતિથી રહેતા લોકો પર હુમલો કરવામાં આવે છે ત્યારે માનવઅધિકારોનું સૌથી મોટું ઉલ્લંઘન થાય છે. અમે સર્જિકલ સ્ટ્રાઇકનું સ્વાગત કરીએ છીએ. દરેક દેશે પોતાનું રક્ષણ કરવાનો હક છે.
તેમણે ભારતને આશ્વાસન આપતા કહ્યું કે રશિયા અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈનિક અભ્યાસથી ચિંતા કરવાની જરૂર નથી. તેમણે એ પણ કહ્યું કે અભ્યાસનો વિષય આતંકવાદ વિરુદ્ધ લડાઈ હતો. આ ભારતના હિતમાં છે કે પાકિસ્તાની સેનાને એ શીખવવામાં આવે કે ત્યાં ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલા માટે પોતાનો ઉપયોગ ન થવા દે.