પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આર્મી અને આઈએરઆઈ વિરુદ્ધ લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા છે. આઈએઆઈ વિરુદ્ધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. મુજ્જફરાબાદ ગિલગિટ કોટલી સહિત પીઓકના બીજા વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે પાછલા દિવસોમાં મોદીએ કાશ્મીર મુદ્દે કરેલી મિટિંગ દરમિયાન કહ્યું હતું કે પીઓકે પણ ભારતનું અભિન્ન અંગ છે.
જણાવી દઈએ કે આ વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે. કોટલીમાં સ્થાનિક લોકોએ પોતાના સાથીના મર્ડર બાદ આ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ પ્રદર્શન આરિફ શહીદ એક્શન કમિટિના બેનર હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. જણાવી દીઈએ કે આ પ્રદર્શન દુનિયાભરમાં પાકિસ્તાનના અત્યાચાર વિરુદ્ધ થઈ રહ્યું છે. પીઓકેથી લઈને લંડન જર્મની વિએના સુધી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.