બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / New Year celebrations today- Temples crowded from early morning, PM Modi attacked Rahul Gandhi in MP, lift accident in Ahmedabad

2 મિનિટ 12 ખબર / આજે નવા વર્ષની ઉજવણી-વહેલી સવારથી મંદિરોમાં ભીડ, MPમાં PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર, અમદાવાદમાં લિફ્ટ દુર્ઘટના

Vishal Khamar

Last Updated: 11:39 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મસાલા પાપડ ખાતા પહેલા ચેતી જજો ! તો અમદાવાદમાં તથ્ય પટેલ બાદ વધુ નબીરાએ સર્જ્યો અકસ્માત સર્જ્યો હતો. વર્લ્ડ કપમાં કારમી હાર બાદ પાકિસ્તાનનાં બોલિંગ કોચે રાજીનામું આપી દીધું હતું.

આજથી ગુજરાતી કેલેન્ડ અનુસાર ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત. રાજ્ય ભરનાં મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી.  લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ આજે શુભેચ્છા મુલાકાત કરશે. 

હાલમાં ચાલી રહેલો વર્લ્ડ કપ 2023 હવે અંત તરફ છે હવે માત્ર બે સેમી ફાઈનલ અને એક ફાઈનલ જ છે.  બુધવારે રમાનારી પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ (Ind vs NZ સેમીફાઇનલ) આમને-સામને ટકરાશે. જ્યારે બીજી અંતિમ ચાર મેચમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ગુરૂવારે ઇડન ગાર્ડન્સ ખાતે આમને-સામને થશે. અને આઇસીસીએ આ બંને નોકઆઉટ મેચના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જો સેમિ ફાઈનલમાં કોઈ વિઘ્ન સર્જાય તો જુદા-જુદા નિયમોનો ઉપયોગ કરવામાં આવશે. 

વર્લ્ડ કપમાં કારમી પછડાટ ખાઈને ઘરભેગી થયેલી પાકિસ્તાન ટીમને ત્યાં પહોંચતાં જ આંચકો લાગ્યો છે. વર્લ્ડ કપમાં ટીમના ભારે ધબડકા બાદ પાકિસ્તાન ટીમના બોલિંગ કોચ મોર્ની મોર્કેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં જ ટીમના નવા બોલિંગ કોચની જાહેરાત કરશે.

A 6-year-old child died in an elevator in Ahmedabad

અમદાવાદ શહેરમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બનવા પામ્યો છે. જેમાં 6 વર્ષીય બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં આવેલ વસંત વિહાર ફ્લેટ -2 માં 6 વર્ષીય બાળક રમતા રમતા લીફ્ટ સુધી પહોંચી ગયો હતો. જે બાદ અચાનક જ લીફ્ટનો દરવાજો બંધ થઈ જતા અને લીફ્ટ ચાલુ થઈ જતા બાળકનું માથું લીફ્ટમાં ફસાઈ જતા બાળકનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે રહીશો દ્વારા તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગ્રેડ તેમજ ઈમરજન્સી 108 ને જાણ કરતા ફાયર બ્રિગ્રેડની ટીમ તેમજ 108 દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી બાળકનાં મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

રાજકોટનાં પાજ્ઞિક રોડ પર ખરીદી કરીને પરત જઈ રહેલ વૃદ્ધને કાર ચાલક યુવક અને યુવતી દ્વારા આધેડ સાથે તકરાર કરી હતી. તેમજ આધેડ સાથે વાહન ચલાવવા બાબતે સિનિયર સીટીઝન સાથે બફાટ કર્યો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યા છે.

Surat saw 125 fire incidents in a single day while 30 fire incidents occurred in Porbandar city

સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ ચાલી રહ્યું છે. આ મહા પર્વ પર અનેક સ્થળોએ આગના બનાવો બન્યા છે. સુરતમાં એક જ દિવસમાં 125 આગના બનાવો બન્યા છે તો બીજી તરફ પોરબંદરમાં 30 બનાવો બન્યા છે. જ્યારે રાજકોટમાં 124 આગના કોલ ફાયર વિભાગને મળ્યા છે.

Sindhubhan Road became a racing track! Nabira raced the accident

અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વિગતો મુજબ અહી આ નબીરાઓ લોકોના જીવ જોખમમાં મુકી રેસ લગાવી રહ્યા છે. ગઈકાલે દિવાળીના દિવસે મોડીરાતે 3:26 વાગ્યે રેસિંગના ચક્કરમાં 2 કાર અથડાઈ હતી. જેમાં નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર ચલાવી બે કારને અડફેટે લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ રિશીત પટેલ નામના નબીરાએ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

A live cockroach came out of the masala papad at Kabir Restaurant on Drive In Road in Ahmedabad, the customer went viral on...

અમદાવાદના ડ્રાઈવ ઇન રોડ પર આવેલા કબીર રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો છે. કબીર રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી બદલ ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. ઓર્ડરની શરૂઆતમાં જ વંદો નીકળતા જમ્યા વિના ગ્રાહક પરત ફર્યો હતો. આવી ગંભીર બેદરકારીના અવાર નવાર અનેક હોટલો અને પીઝા પોઈન્ટના વીડિયો સામે આવે છે.

Big upheaval in British politics: Rishi Sunak sacks two ministers, ex-PM makes comeback after 7 years, meets Jaishankar

બ્રિટનમાં સોમવારે મોટો રાજકીય ફેરબદલ જોવા મળ્યો હતો. વડા પ્રધાન ઋષિ સુનકે ભારતીય મૂળના ગૃહ સચિવ સુએલા બ્રેવરમેનને તેમની કેબિનેટમાંથી બરતરફ કર્યા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનને તેમના વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. તેઓ સાત વર્ષ પછી રાજકારણમાં પાછા ફર્યા. દરમિયાન સુએલા બ્રેવરમેનના સ્થાને જેમ્સ ક્લેવરલીની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ જેમ્સ બ્રિટનના વિદેશ મંત્રી તરીકે કામ કરતા હતા.

Congress itself didn't give reservation to OBCs, and some wise leaders from Delhi...: PM Modi hits back at Rahul Gandhi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર OBC સમુદાયને અનામત ન આપવાનો આરોપ લગાવ્યો છે.  છત્તીસગઢના મહાસમુંદમાં વિજય સંકલ્પ મહારેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દાયકાઓ સુધી કોંગ્રેસે ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપ્યો ન હતો. આ દરમિયાન પીએમ મોદીએ પણ ઈશારા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.

pradhan mantri pvtg development mission for improving socio economic condition tribal group

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે PM PVTG આદિવાસી જૂથોના વિકાસ મિશનને લોન્ચ કરશે. આઝાદી પછી પહેલીવાર મોદી સરકાર આદિવાસી ગૌરવ દિવસના અવસર પર PVTGનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે રૂ. 24,000 કરોડની યોજના શરૂ કરી રહી છે.

40 lives fighting death in tunnel in Uttarakhand, government slept for 30 hours

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બનેલી ટનલનો એક ભાગ તૂટી પડ્યાને 35 કલાકથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ હજુ સુધી બચાવ કાર્ય પૂર્ણ થયું નથી. અકસ્માતના 30 કલાક બાદ રાજ્યના સીએમ પુષ્કર ધામી ઘટનાસ્થળે પહોંચ્યા અને અધિકારીઓ સાથે વાત કરી. તેમણે કહ્યું કે તેઓ ભગવાનને પ્રાર્થના છે કે અંદર ફસાયેલા કામદારો સુરક્ષિત રીતે બહાર આવે અને આ માટે પ્રયાસો ચાલુ છે. સીએમ ધામીના આ નિવેદનથી અનેક સવાલો ઉભા થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ