બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મળશે સબસિડી, 109000000000 ની 'PM ઈ-ડ્રાઇવ' યોજનાને મંજૂરી
Last Updated: 11:46 PM, 11 September 2024
દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને લઈને સરકાર દિવસે દિવસે અવનવા પગલાં ભરી રહી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે PM-E ડ્રાઇવ યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટની બેઠક બાદ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રૂ. 10,900 કરોડની ઈ-ડ્રાઈવ સ્કીમ ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈડ્રો એન્ડ ઈલેક્ટ્રીક વ્હીકલ્સ (FAME)નું સ્થાન લેશે. FAME-1 અને 2 તબક્કાની સફળતા પછી નવી યોજના રજૂ કરવામાં આવી રહી છે. FAME એ લગભગ 16 લાખ ઇલેક્ટ્રિક વાહનોને રસ્તાઓ પર મૂકવામાં મદદ કરી. બીજી તરફ PM-eBus માટે રૂ. 3,435 કરોડની મંજૂરી આપવામાં આવી છે જે ઈ-બસ સેવાનું સંચાલન કરતા ઓપરેટરને ચુકવણી સુરક્ષા પૂરી પાડવાનું કામ કરશે.
ADVERTISEMENT
LIVE: Cabinet Briefing by Union Minister @AshwiniVaishnaw @PIB_India https://t.co/60XdytWJJ7
— Ministry of Information and Broadcasting (@MIB_India) September 11, 2024
ઉલ્લેખનિય છે કે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી અમલીકરણ અને ઉત્પાદન માટે નવ વર્ષ લાંબો FAME પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં PM ઇલેક્ટ્રિક ડ્રાઇવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એન્હાન્સમેન્ટ યોજના લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજના 24.79 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, 3.16 લાખ ઇ-થ્રી-વ્હીલર અને 14,028 ઇ-બસને સપોર્ટ કરશે.
ADVERTISEMENT
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ ઈ-ડ્રાઈવ યોજના હેઠળ 88,500 ચાર્જિંગ સ્ટેશનને પણ સપોર્ટ આપવામાં આવશે. નવી યોજના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ, ઇ-એમ્બ્યુલન્સ, ઇ-ટ્રક અને અન્ય ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે રૂ. 3,679 કરોડની સબસિડી/માગ પ્રોત્સાહનો ઓફર કરે છે. આ યોજના હેઠળ રાજ્ય પરિવહન ઉપક્રમો અને જાહેર પરિવહન એજન્સીઓ દ્વારા 14,028 ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે 4,391 કરોડ રૂપિયાની રકમ રાખવામાં આવી છે.
વધુ વાંચો : સિમ કાર્ડ પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, 1 કરોડથી વધુ મોબાઈલ કનેક્શન બંધ
આ સિવાય ઈ-એમ્બ્યુલન્સ માટે 500 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. દર્દીઓના આરામદાયક પરિવહન માટે ઈ-એમ્બ્યુલન્સનો ઉપયોગ વધારવા માટે સરકારની આ એક નવી પહેલ છે. વૈષ્ણવે કહ્યું કે ઈલેક્ટ્રિક ટ્રક અપનાવવા માટે PM ઈ-ડ્રાઈવ યોજનામાં 500 કરોડ રૂપિયાની રકમ પણ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.