બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / new mahindra suv scorpio will soon launch india price details features

અપકમિંગ / લૉન્ચ થવાની છે નવી Scorpio, જાણો એની કિંમત અને નવા ફીચર્સ

Published By: Krupa

Last Updated: 03:28 PM, 29 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મળતી માહિતી અનુસાર નવી mahindra suv scorpio ઑટો એક્સપો 2020માં પેશ કરવામાં આવશે. Mahindra suv Scorpioની કિંમત 10 લાખથી 16.63 લાખ રૂપિયાની વચ્ચે છે. પરંતુ શક્યતા છે કે નવી સ્કોર્પિયોની કિંમતમાં થોડોક વધારો થઇ શકે છે.

  • મહિન્દ્રાએ પોતાની દમદાર એસયૂવીને નવા અવતારમાં લઇને આવી રહી છે
  • Mahindra Scorpio ઑટો એક્સપો 2020માં પેશ કરવામાં આવશે
  • Mahindra suv Scorpioની કિંમત 10 લાખથી 16.63 લાખ રૂપિયાની વચ્ચે છે

Scorpio પોતાના સેગમેન્ટમાં જોરદાર પોપ્યુલર એસયૂવી છે. મોટા શહેરોથી લઇને ગામ સુધી એની ડિમાન્ડ છે. હવે મહિન્દ્રાએ પોતાની દમદાર એસયૂવીને નવા અવતારમાં લઇને આવી રહી છે. મળતી માહિતી અનુસાર નવી mahindra suv scorpio ઑટો એક્સપો 2020માં પેશ કરવામાં આવશે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવી Scorpio થાર વાળા મૉડર્ન પ્લેટફોર્મ પર આધારિત હશે. એમાં પણ 2.0 લીટર વાળું એન્જીન હશે, પરંતુ સ્કોર્પિયોમાં એનું પાવરફુલ આઉટપુટ અલગ હશે. 

વાસ્તવમાં નવી સ્કોર્પિયોને ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી છે. પહેલી નજરમાં લાગે છે કે નવું મૉડલ પહેલાની સરખામણીએ ખૂબ અલગ છે. એસયૂવીના ઇન્ટિરીયરમાં ખૂબ ફેરફાર થશે જે પ્રીમિયમ હોવાની સાથે સાથે સ્ટાઇલિશ હશે. રિપોર્ટ્સ પ્રમાણે સ્કોર્પિયોનું નવું મૉડલ પ્રીમિયમ કેબિનની સાથે હશે. 

એન્જીન અને પાવર
એન્જીન અને પાવરની વાત કરીએ તો હાલ Mahindra Scorpio બે વિકલ્પો સાથે આવે છે. આ એસયૂવીમાં પહેલા 2523CCનું 4 સિલિન્ડર વાળું એન્જીન આપવામાં આવ્યું છે જે 75 Bhp અને 200 Nmનો ટાર્ક જનરેટ કરે છે. આ એન્જીનને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સથી લેસ કરવામાં આવ્યું છે. 

જ્યારે બીજા વેરિયન્ટમાં 2179ccનું 4 સિલેન્ડર વાળું એન્જીન આપવામાં આવ્યું છે, જે 140 Bhpનો પાવર અને 320 Nmનો ટાર્ક જનરેટ કરે છે. આ એન્જીનને 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબૉક્સથી લેસ કરવામાં આવ્યું છે. 

ડાઇમેન્શનના મોર્ચામાં બજારમાં મોજૂદ Scorpioની લંબાઇ 4456 mm, પહોળાઇ 1820 mm, ઊંચાઇ 1995 mm, કુલ વજન 2610 કિલો, વ્હીલબેસ 2680 mm અને 60 સીટરની ફ્યૂલ ટેંક છે. મળતી માહિતી અનુસાર નવી Scorpioની લંબાઇ થોડી વધારે પરંતુ ઊંચાઇ થોડી ઓછી હશે. 

કિંમત
કિંમતની વાત કરીએ તો હાલ Mahindra suv Scorpioની કિંમત 10 લાખથી 16.63 લાખ રૂપિયાની વચ્ચે છે. પરંતુ શક્યતા છે કે નવી સ્કોર્પિયોની કિંમતમાં થોડોક વધારો થઇ શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Auto Mahindra Suv Scorpio lifestyle એન્જીન સ્કોર્પિ upcoming

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ