બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હવે ખબર પડી જશે કે તમારા બાળકને ડાયાબિટીસ છે કે નહીં? ન્યૂ રિસર્ચમાં ખુલાસો
Last Updated: 12:13 PM, 18 February 2025
તાજેતરમાં જ એક રિસર્ચમાં બાળકોના મેટાબોલિઝમ પર પડતી નકારાત્મક અસર પર અભ્યાસ કરવામાં આવ્યો. કિંગ્સ કોલેજ લંડનની આ રિસર્ચમાં બાળકોના શરીરના અંગો જેવા કે લીવર અને ફેફસાની તપાસ સાથે બાળકોમાં મેટાબોલિક ડિસઓર્ડરની કેટલી અસર થાય છે તેના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોએ એક નવા બ્લડ ટેસ્ટ શોધ્યો કે જે બાળકોમાં ડાયાબિટીસ છે કે નહીં તેની પુષ્ટિ કરશે. તો ચાલો રિસર્ચ વિશે જાણીએ.
ADVERTISEMENT
બાળકોમાં વધી રહ્યા છે ડાયાબિટીસના કેસ
ADVERTISEMENT
ઘણી વાર બાળકોમાં ડાયાબિટીસના લક્ષણો છુપાયેલા હોય છે, પરંતુ એક નવું બ્લડ ટેસ્ટ હવે ડોકટરોને જાણવામાં મદદ કરશે કે બાળકોમાં ટાઈમ 1 કે ટાઈમ 2 ડાયાબિટીસ છે કે નથી. આ બ્લડ ટેસ્ટને તાજેતરમાં જ શોધવામાં આવ્યો છે અને આ ડાયાબિટીસની ઓળખ કરવાનો એક નવો તરીકો છે, જે બાળકો માટે સૌથી વધારે ફાયદાકારક છે. આ ટેસ્ટને લિપિડની મદદથી કરવામાં આવશે.
શું મળ્યું રિસર્ચમાં?
અહેવાલો અનુસાર, લિપિડ શરીરમાં ફેટી એસિડ્સ કે પછી કોલેસ્ટ્રોલના કારણે લોહીની ગુણવત્તાને જોવામાં આવશે કેમ કે ઓબેસિટી, કિડની ફેલિયર, ડાયાબિટીસથી લઈને હાર્ટ હેલ્થ, આ બધાનું કારણ લાઇફસ્ટાઇલ જ છે. જો લાઇફસ્ટાઇલ બરાબર નથી તો આ સમસ્યાઓનું રિસ્ક વધી જાય છે.
બાળકોને મળશે લાભ
આ અભ્યાસ અનુસાર, ટેસ્ટિંગ દરમિયાન અગાઉમાં હોસ્પિટલોમાંથી લેવામાં આવેલા બ્લડ સેમ્પલ્સ જે બાળકોના હતા, તેમનું ચેકઅપ થયું. આનાથી શરૂઆતી સંકેતોને પણ જલ્દી ઓળખવામાં સરળતા રહેશે અને સારવાર પણ વહેલા શરૂ થશે. ટીમે આ ટેસ્ટમાં 1,300 જાડા બાળકો પર પણ કર્યું. રીડિંગ્સ પછી, ઘણા બાળકોમાં ટાઇપ 1, ટાઇપ 2 ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ અને બ્લડ પ્રેશરની પણ પુષ્ટિ થઈ હતી.
વધુ વાંચો : રોજ પલાળેલી કાળી દ્રાક્ષ ખાઓ, શરીરમાંથી આ 5 સમસ્યાઓ થશે દૂર
બાળકોમાં ડાયાબિટીસના લક્ષણો
વારંવાર પેશાબ કરવા જવું કે પથારીમાં જ પેશાબ કરવો.
વધુ તરસ લગાવી.
સતત થાક અને કમજોરી અનુભવવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.